હળવદના ગામોમાં માપણીમાં થયેલ ભૂલ સુધારવા પ્રાંત અધિકારીને રજૂઆત

- text


હળવદ : સરકાર દ્વારા વર્ષ 2004માં અજીતગઢ, ખોડ, મયાપુર અને જોગડ રકબાનુ સર્વે માપણી કરવામાં આવી હતી. જેમાં ભૂલ થયેલ હોય સુધારો કરવા બાબતે અજીતગઢ ગ્રામ પંચાયત દ્વારા સેવાસેતુમાં ઘનશ્યામગઢના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હળવદ તાલુકાના અજીતગઢ ગામના સરપંચ નૈનાબેન પટેલ દ્વારા અરજી કરવામાં આવી છે કે વર્ષ 2004માં અજીતગઢ, ખોડ, મયાપુર અને જોગડ રેવન્યુ રકબાની માપણી થયેલ ત્યારે ખેડૂતોના સર્વે નંબર અદલ-બદલ થઈ ગયેલ હતા. અજીતગઢ, ખોડ, મયાપુર અને જોગડ ગામના ખેડૂતો તથા સરપંચે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત આપેલ તેમજ તાલુકાના અને જિલ્લાના સેવાસેતુ કાર્યક્રમમાં પણ લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ચારેય ગામનો પ્રશ્ન હલ થયેલ નથી. તો આ સમસ્યાનો તાકીદે ઉકેલ આવે તેવી માંગ ઉઠાવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text