રાજસ્થાનથી આવતા રો-મટીરીયલની મુશ્કેલી નિવારવા સિરામિક ઉદ્યોગકારોની મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત

- text


હાઇકોર્ટનો આદેશ અવગણી રાજસ્થાન સરકારે રો-મટિરિયલ ઉપરનો પ્રતિબંધ ન હટાવ્યો
રો-મટીરિયલના અભાવે ટાઇલ્સની ગુણવતા ઉપર ભારે અસર પડી રહી હોવાની રાવ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ ઉપર રાજસ્થાન સરકારે ગુજરાતમાં મોકલવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. હાઇકોર્ટે પણ આ પ્રતિબંધને ગેરકાયદે ઠેરવ્યો હોવા છતાં હાઇકોર્ટમાં હુકમની રાજસ્થાન સરકાર દ્વારા અમલવારી કરવામાં આવતી નથી. આ સમસ્યા અંગે આજે સિરામિક એસો.ના પ્રમુખોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ રજુઆત કરી હતી.

આ રજુઆતમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વોલ ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, ફલોર ટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ વિનોદ ભાડજા, સેનેટરીવેર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા તેમજ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના જોડાયા હતા.

રજુઆતમાં જણાવાયું હતું કે મોરબીનો સિરામીક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક માર્કેટમા સારૂ એવુ એકસપોર્ટ કરી રહ્યો છે અને તેમા મુખ્યત્વે રાજ્ય સરકારનો સહયોગ રહ્યો છે તેમજ મોરબીમા નવા સ્થાપેલ આશરે ૩૦ થી વધુ ફેલ્સપાર ગ્રાઇન્ડીંગ પ્લાન્ટ છેલ્લા ૫ વર્ષથી કાર્યરત છે. જેમા રાજસ્થાનમાંથી નિકળતો ફેલ્સપાર ગીટ્ટી અને ચીપ્સ વગેરે લાવીને તેમા રહેલ ઇમ્પયુરીટી દુર કરીને કવાલીટી અપગ્રેડ કરીને મોરબીના ઉદ્યોગોને સપ્લાય કરવામા આવે છે. જેનાથી છેલ્લા ૪-૫ વર્ષથી ગુણવત્તામા સુધારો આવતા વૈશ્વિક માર્કેટમા એકસપોર્ટ વધ્યુ છે.

પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા નોટીફીકેશન નં- ૧ તા.૫/૧૦/૨૦૧૮ અને નોટીફીકેશન નં-૨ તા.૧૦/૩/૨૦૧૯ દ્વારા રાજસ્થાનથી આવતા રો મટીરીયલ્સ જેમા ફેલ્સપાર ચીપ્સ, ગીટ્ટી, લમ્સ અને ગ્રેઇન્સને પ્રતિબંધિત કરવામા આવ્યુ છે. પરીણામ સ્વરૂપે અહિના યુનિટોને બંધ કરવા પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે. અને ઉદ્યોગકારો દ્વારા નામદાર રાજસ્થાન હાઇકોર્ટમા આ મુદ્દાને પડકારવામા આવ્યો અને નામદાર હાઇકોર્ટ દ્વારા તા.૧૬/૪/૨૦૨૦ ના ચુકાદા અનુસાર નોટીફીકેશન નં- ૧ તા.૫/૧૦/૨૦૧૮ અને નોટીફીકેશન નં-૨ તા.૧૦/૩/૨૦૧૯ ના નોટીફીકેશનને કાયદા વિરૂધ્ધનુ ગણીને તેને અમાન્ય ગણવામાં આવ્યું હતું. તેમ છતા રાજસ્થાન સરકાર દ્વારા આ ચુકાદાની અમલવારી શરૂ કરવામા આવેલ નથી. જેના પરીણામ સ્વરૂપે આ ફેલ્સપાર ઉદ્યોગો તેમજ વિટ્રીફાઇડના ૨૦૦ થી વધુ યુનિટોને બંધ કરવા પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે. તેમજ ક્વોલિટીમાં પણ તકલીફ પડી રહેલ છે. જેથી આ મામલે રાજસ્થાન સરકાર સાથે ગુજરાત સરકાર વાતચીત કરે.

- text

રજુઆતના પ્રત્યુતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ હકારાત્મક અભિગમ સાથે જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાન સરકાર સાથે આ અંગે વાતચીત કરશે. સિરામિક ઉદ્યોગોને નડતા આ પ્રશ્નનું સમાધાન લાવવા સરકાર પ્રયત્નશીલ રહેશે.

એફ.આઈ.એ. મુખ્યમંત્રીનું સન્માન કરશે

ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાષનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિતે મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત પ્રથમ વખત મોરબી સિટીના ડેવલપમેન્ટ માટે જીઆઇડીસીને માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઔદ્યોગિક પ્રશ્નો અંગત રસ લઈને દૂર કર્યા હોય એફઆઇએ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવશે. આ માટે સમય પણ માંગવામાં આવ્યો હતો.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text