માળીયામાં બાયોડીઝલના બે હરતા-ફરતા પંપ ઝડપાયા

- text


પોલીસે 800 લીટર બાયોડીઝલ કબ્જે કરીને આગળની તપાસ માટે પુરવઠા તંત્રને હવાલે કર્યું

મોરબી : રાજ્યના મુખ્યમંત્રીએ થોડા સમય પહેલા બાયોડીઝલના વિક્રેતા ઉપર તૂટી પડવાનો આદેશ આપતા પોલીસ તંત્ર હરફતમાં આવ્યું છે. જો કે મોરબી જિલ્લામાં મુખ્યમંત્રીના આદેશ બાદ બાયોડીઝલનું બોલરો કે યુટીલીટી વાહનમાં પંપ ગોઠવીને વેચાણ કરવામાં આવતું હોવાથી પોલીસે આ દિશામાં પણ કડક કાર્યવાહી કરી હતી. જેમાં માળીયા પોલીસે બાયોડીઝલના બે હરતા-ફરતા પંપને ઝડપી લીધા હતા અને 800 લીટર બાયોડીઝલ કબ્જે કરીને આગળની તપાસ માટે પુરવઠા તંત્રને હવાલે કર્યું છે.

માળીયા પોલીસ મથકના પીએસઆઇ ચુડાસમાંએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આદેશ બાદ બાયોડીઝલના વેચાણના નેટવર્કની પદ્ધતિ બદલાઈ હોય તેમ હવે બોલેરો કે યુટીલીટી વાહન ફ્યુઅલ પંપ લગાડીને બાયોડિઝલ વેચાતું હોવાની ફરિયાદ મળતા આ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. જેમાં માળીયા પોલીસે માળીયાના જુના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલી જી.જે.3 બી.ડબ્લ્યુ 9131 નબરનો બોલરો ગાડીને અટકાવીને તલાશી લેતા બોલેરો ગાંડીમાં ફ્યુઅલ પંપમાં બાયોડિઝલ ભરેલું દેખાતા પોલીસે 400 લીટર બાયોડીઝલ અને ફ્યુઅલ પંપ તેમજ બોલેરો ગાડી મળીને રૂ.2.27 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

માળીયા પોલીસે આ ઉપરાંત બીજા સ્થળ માળીયા તાલુકાના જસાપર ગામે જી.જે.3 વી.4241 નંબરની મેટાડોરને અટકાવીને તલાશી લેતા તેમાં પણ ફ્યુઅલ પંપ લગાવી બાયોડિઝલ ભરેલું દેખાતા 400 લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું. આથી પોલીસે રૂ.27600 ની કિંમતનું બાયોડિઝલ સહિત કુલ રૂ.2.77 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ રીતે માળીયા પોલીસે બે સ્થળેથી કુલ 800.લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કરીને આ બાયોડિઝલને પુરવઠા વિભાગના મામલતદારને હવાલે કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, હાલ આ બાયોડિઝલ શક પડતી મિલકત યરીકે કબ્જે લઈને પુરવઠા વિભાગની તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે. જેની તપાસના અંતે જવાબદારો સામે કાર્યવાહી કરાશે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text