તું તારું મકાન કેમ વેચતો નથી કહી બે શખ્સોનો હુમલો

- text


વાંકાનેરના કેરાળા ગામની ઘટનામાં ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બીપીએલ યોજના હેઠળ મકાન ધરાવતા વ્યક્તિને આ મકાન ધરાર વેચવા મજબુર કરતા ના પાડતા કેરાળા ગામના બે શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ દફતરેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર ગામે રહેતા અને કેરાળા ગામે મકાન ધરાવતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવાનું મકાન બીપીએલ યોજનામાં મળેલું હોય જે વેચી નાખવા તેમના પિતાએ જણાવતા ઉકાભાઈએ આ મકાન વેચી ન શકાય તેવું કહેતા કેરાળા ગામના ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવાએ તું મકાન કેમ વેચતો નથી તેમ કહી બેફામ ગાળો કાઢી લાકડી વતી મુંઢ માર મારી મુંઢ ઇજા પહોંચાડતા આ મામલે ઉકાભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા હુમલો કરી નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text