એમેઝોનના ગુજરાતના પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

- text


ઓનલાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ-માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે : વિજયભાઈ રૂપાણી

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમેઝોનના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટરનો આરંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે. આ વિશ્વ બજારનો નાના-મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગો, હસ્તકલા કારીગીરી, આદિજાતિઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓનલાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓ ને અસર પહોંચાડી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર, સાહસિકતા અને આપત્તિને અવસરમાં પલટાવવાની આગવી કુનેહ પડેલી છે. ગુજરાતમાં આ કપરા સમય માં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.

હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓનલાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરત ના 41 હજાર જેટલા એમ.એસ.એમ.ઇ.ને પોતાના ઉદ્યોગોને વિશ્વ બજારમાં વેચાણ માટે ઇ-કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે. એમ પણ વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું.

- text

મુખ્યમંત્રી એ કહ્યું કે ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ-કોમર્સના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારીની તકો આ સેકટર પૂરી પાડશે. આના પરિણામે મેઇડ ઈન ગુજરાત અને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના પણ સાકાર થશે. એવો વિશ્વાસ મુખ્યમંત્રી એ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રી એ ગુજરાતે કોરોનાના સમય માં પણ ના ઝુકના હે ના રૂકના હે ના મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે. તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપારની નવી દિશા આપશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમયમાં પણ દેશભરમાં સૌથી વધુ 37 ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનોને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.

મુખ્યમંત્રી એ ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્રના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી. આ અવસરે એમેઝોન ઈન્ડીયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ, પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text