મોરબી જિલ્લામાં કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ સબબ 12 સામે કાર્યવાહી

- text


જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ કુલ 18 સામે પગલાં

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસે કોવિડના જાહેરનામાના ભંગ બદલ કુલ 18 સામે કાર્યવાહી કરી હતી.જેમાંથી કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ સબબ 12 પોલીસની ઝપટે ચઢી ગયા હતા જ્યારે 2 ધંધાર્થીઓ સામે કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરવા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબી શહેરમાં ગતરાત્રે કફર્યુનો ભંગ કરી ખોટા આંટાફેરા કરતા 3, વેપારના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા પર્સ સિલેક્શનની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષા ચાલકો, જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 1, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 1,  ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ફ્રૂટની કેબીનધારક, રીક્ષા, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો અને હળવદમાં વેપારના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા નાસ્તાની લારીના ધારક સહિત 18 સામે પોલીસે કોવિડના જાહેરનામા ભંગ સબબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text