વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવા સાંસદની માંગ

- text


સાંસદ મોહનભાઇએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી

મોરબી : જુન મહિનામાં વાવણી લાયક વરસાદ વરસ્યા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ઉભા મોલને જીવતદાન મળે તે માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી છે.

- text

રજૂઆતમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાના કારણે ખેડૂતોએ વાવેતર કરી લીધેલ છે.પરંતુ હાલ વરસાદ ખેચાવાના કારણે પાક નિષ્ફળ જાય તેમ હોય જે-તે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફતે અને જ્યાં ‘સૌની યોજના’ની પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વિસ્તાર છે, તે ખેડૂતોનો મોલ બચી શકે એટલા માટે સરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરતી હોય. તેથી કરીને પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં આવે તો શક્ય તેટલા ખેડૂતોને મદદરૂપ થઈ શકાય. આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરવામાં આવી છે.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text