જૂની અદાવતમાં દુકાનમાં તોડફોડ કરી વેપારી ઉપર હુમલો

- text


હળવદના માથક ગામની ઘટનામાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના માથક ગામે જૂની અદાવતનો ખાર રાખી એક શખ્સે પાન-બીડી અને ચાની દુકાનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં વેપારીને પણ માર માર્યો હતો. આ બનાવની વેપારીએ આ આરોપી સામે પોતાની દુકાનમાં તોડફોડ, હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગાંડુભાઇ દેવશીભાઇ મકવાણા (ઉ.વ ૩૭ ધધો વેપાર રહે માથક તા હળવદ જી મોરબી) એ આરોપી નિલેશભાઇ ઉર્ફે નીકો હેમુભાઇ મદ્રેસાણીયા કોળી (રહે,માથક તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ ના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા આરોપીએ ફરીયાદી સાથેની જુની અદાવતના કારણે ફરીયાદીની પાન-બીડી-ચા-પાણીની ધાવડી હોટલ નામની દુકાનમા પ્રવેશ કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદીની દુકાનમા તોડફોડ નુકશાન કરી ફરીયાદીને મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text