એલ્યુમિનિયમની બારીના રૂપિયા ચૂકવી દેવા છતાં યુવાનને માર માર્યો

- text


મોરબીના વાવડી ગામેની ઘટના : ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના નાની વાવડી ગામે એલ્યુમિનિયમની બારીના રૂપિયા અગાઉ ચૂકવી લીધા હોવા છતાં રૂપિયાની ઉઘરાણી કરીને એક શખ્સે યુવાનને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે દશામાંના મંદીર પાછળ કુમાર શાળાની પાસે રહેતા રમણીકભાઇ હીરાભાઇ ઉભડીયા (ઉ.વ-૩૦) એ આરોપી દિપકભાઇ પડસુંબીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામા આરોપીએ ફરીયાદીના મકાનની એલ્યુમિનિયમની બારી ત્રણ વર્ષ અગાઉ બનાવેલ હોય જેના ફરીયાદીએ રૂપિયા આપી દીધેલ હોય તેમ છતા ફરીયાદી પાસે એલ્યુમિનિયમના બારીના રૂપિયા માંગી ફરીયાદીને આરોપીએ જાહેરમા ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા વડે ડાબા પગમા મારમારી મુંઢ ઇજા કરી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text