મિતાણા નજીક હાઇવે ઉપર અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

- text


પોલીસે બનાવનું કારણ જાણવા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારાના મીતાણા નજીક મોરબી રાજકોટ રોડ ઉપર અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ પોલીસે મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ બનાવનું કારણ જાણવા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે ટંકારાના મીતાણા નજીક મોરબી રાજકોટ રોડ ઉપર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા ટંકારા પોલીસ મથકના પીએસઆઇ ગોંડલીયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી હતો અને આ અજાણ્યા યુવાનની લાશનો કબ્જો લઈને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. હાલના તબક્કે પોલીસને મૃતકની ઓળખ મળે તેવી કોઈ કડી હાથ લાગી નથી. તેમજ આ બનાવનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. આથી, મૃતકના વાલી વારસનો.કોઈને પત્તો લાગે તો તેઓને ટંકારા પોલીસ મથકને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને બનાવનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

- text