સગીરાના અપહરણ કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- text


ટંકારા : મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડરેરાની સૂચનાને પગલે નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા માટે સ્પેશ્યલ ડ્રાઈવના ભાગરૂપે ટંકારા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપડરણ કેસમાં પાંચ વર્ષેથી ફરાર રહેલા આરોપી સંતોષ ઉર્ફે પાંગલો કેશુભાઈ ભુરિયા (ઉ.વ.30, રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ મોરબી, દલવાડી સર્કલ કેનાલના કાંઠે ઝુંપડામાં) ને ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનારને પણ શોધી કાઢી મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. પોલીસે નાસતા ફરતા આ આરોપીને ઝડપી કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text