ધ્રોલ-આમરણ-પીપળીયા ચાર રસ્તાથી માળીયા સુધીના ફોરલેનનું કામ શરૂ

- text


કેન્દ્ર સરકારના પુરસ્કૃત સાગરમાલા પ્રોજેકટ હેઠળ કામગીરી શરૂ થતાં ગ્રામજનોને રાહત

મોરબી : મોરબી જિલ્લા સાથે સંકળાયેલા ધ્રોલ-આમરણ પીપળીયા ચાર રસ્તાથી માળીયા સુધીના હાઇવેને ફોરલેન બનાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારના પુરસ્કૃત સાગરમાલા પ્રોજેકટ હેઠળ કામગીરી શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

- text

મોરબીના જાગૃત નાગરિક હસખુખભાઈ ગઢવીએ અગાઉ મોરબી જિલ્લા સાથે સંકળાયેલા ધ્રોલ-આમરણ પીપળીયા ચાર રસ્તાથી માળીયા સુધીના હાઇવેને ફોરલેન બનાવવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારના પુરસ્કૃત સાગર માલા પ્રોજેકટ હેઠળ ધ્રોલ-આમરણ પીપળીયા ચાર રસ્તાથી માળીયા સુધીના હાઇવેને ફોરલેન બનાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હજનાળી ગામે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થતાં ફોરલેનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પીપળીયાથી આમરણ સુધીનો રસ્તો બિસમાર હતો. ત્યારે હવે આ રસ્તે ફોરલેનનું કામ શરૂ થતાં ગ્રામજનોએ રાહતનો દમ લીધો છે.

- text