MCX ડેઈલી રિપોર્ટ : સોનુ-ચાંદી, ક્રૂડ તેલ, રબર અને સીપીઓ ડાઊન

- text


સોનાના વાયદામાં રૂ.304 અને ચાંદીમાં રૂ.676ની નરમાઈ : કપાસ, કોટન, મેન્થા તેલમાં સુધારો

બુલડેક્સ ફ્યુચર્સમાં 104 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 76 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,37,206 સોદાઓમાં કુલ રૂ.11,842.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.304 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.676 ઘટ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારા સામે રબર અને સીપીઓ ઘટી આવ્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 104 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 76 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 71,876 સોદાઓમાં કુલ રૂ.5,234.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,970 અને નીચામાં રૂ.46,648 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.304 ઘટી રૂ.46,704ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.29 વધી રૂ.37,824 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.4,642ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,869 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,145 અને નીચામાં રૂ.67,380 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.676 ઘટી રૂ.67,465 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 37,737 સોદાઓમાં કુલ રૂ.2,770.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,431 અને નીચામાં રૂ.5,353 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.28 ઘટી રૂ.5,386 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.10 વધી રૂ.270.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,426 સોદાઓમાં રૂ.311.46 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1288 અને નીચામાં રૂ.1266 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.50 વધી રૂ.1,283 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,625ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,725 અને નીચામાં રૂ.16,531 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.147 ઘટી રૂ.16,653ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1052 અને નીચામાં રૂ.1042.70 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.30 ઘટી રૂ.1051.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.38 વધી રૂ.1,058 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.70 વધી રૂ.24,520 બોલાઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 22,464 સોદાઓમાં રૂ.2,602.81 કરોડનાં 5,556.670 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 49,412 સોદાઓમાં કુલ રૂ.2,631.65 કરોડનાં 382.806 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,797 સોદાઓમાં રૂ.1,077.43 કરોડનાં 19,97,400 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,940 સોદાઓમાં રૂ.1,693.48 કરોડનાં 6,31,81,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.66 કરોડનાં 104 ટન અને કોટનના વાયદાઓમાં 243 સોદાઓમાં રૂ.18.65 કરોડનાં 7550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 386 સોદાઓમાં રૂ.19.41 કરોડનાં 182.52 ટન, રબરના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.35 કરોડનાં 21 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,753 સોદાઓમાં રૂ.272.39 કરોડનાં 26,890 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,073.229 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 577.531 ટન, ક્રૂડ તેલમાં 6,84,100 બેરલ્સ અને નેચરલ ગેસમાં 2,80,72,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 44 ટન, કોટનમાં 175350 ગાંસડી, મેન્થા તેલમાં 226.8 ટન, રબરમાં 103 ટન, સીપીઓમાં 64,030 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,462 સોદાઓમાં રૂ.117.81 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 901 સોદાઓમાં રૂ.71.62 કરોડનાં 989 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 561 સોદાઓમાં રૂ.46.19 કરોડનાં 621 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,873 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 608 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,510ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,534 અને નીચામાં 14,430ના સ્તરને સ્પર્શી, 104 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 96 પોઈન્ટ ઘટી 14,450ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 14,911ના સ્તરે ખૂલી, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 82 પોઈન્ટ ઘટી 14,885ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 8,449 સોદાઓમાં રૂ.827.40 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.240.60 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7.78 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.578.84 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.235.50 ખૂલી, ઊપરમાં રૂ.243.50 અને નીચામાં રૂ.191 રહી, અંતે રૂ.60 ઘટી રૂ.196.50 થયો હતો.

જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,800 ખૂલી, ઊપરમાં રૂ.1,800 અને નીચામાં રૂ.1,670 રહી, અંતે રૂ.215.50 ઘટી રૂ.1,725.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.148.50 ખૂલી, ઊપરમાં રૂ.174 અને નીચામાં રૂ.138 રહી, અંતે રૂ.10.70 ઘટી રૂ.156.10 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.620 ખૂલી, ઊપરમાં રૂ.794 અને નીચામાં રૂ.620 રહી, અંતે રૂ.126.50 વધી રૂ.726.50 થયો હતો.

જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.705 ખૂલી, ઊપરમાં રૂ.810 અને નીચામાં રૂ.705 રહી, અંતે રૂ.75 વધી રૂ.780 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.159 ખૂલી, ઊપરમાં રૂ.180.50 અને નીચામાં રૂ.144.40 રહી, અંતે રૂ.17.50 વધી રૂ.169.80 થયો હતો.

- text