મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના હોદેદારોની નિમણુંક

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ સંગઠનના માળખામાં હાલ વિવિધ મોરચોના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના પ્રમુખ તરીકે પદ્યુમનભાઈ રતિલાલભાઈ પટેલ, મહામંત્રી તરીકે શિરીષભાઈ પ્રાગજીભાઈ કાવર અને ગણપતસિંહ સતુંભા ઝાલા, ઉપપ્રમુખ તરીકે દેવસીભાઈ ચતુરભાઈ દલવાડી અને જયંતિભાઈ ગાંડુંભાઈ ચાપાણી તેમજ વસંતભાઈ આંબાભાઈ ભલોડિયા તથા હસમુખભાઈ જીવરાજભાઈ બારૈયા, મંત્રી તરીકે નારાયણભાઈ ભીખાભાઈ મેરજા તેમજ દેવાભાઈ જીવાભાઈ ડાંગર અને રમેશભાઇ એચ. ઢેઢી તથા વસંતભાઈ લાલજીભાઈ કંઝારિયા તેમજ દલસુખભાઈ કચરાભાઈ વાંઘેલા અને કોષાધ્યક્ષ તરીકે કરમશીભાઈ ખોડાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. અને આ નવા હોદેદારોને મોરબી જિલ્લા ભાજપ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text