ગુજરાતી ગીતોની કોયલ તરીકે ઓળખાતા પદ્મશ્રી વિજેતા દિવાળીબેન ભીલની આજે જન્મજયંતિ

- text


દિવાળીબેને ‘હું તો કાગળીયા લખી લખી થાકી, મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે જેવા યાદગાર ગીતોમાં મધુર કંઠ આપ્યો’તો

ગુજરાતી ગીતોની કોયલ તરીકે ઓળખાતા પદ્મશ્રી વિજેતા દિવાળીબેન ભીલનો જન્મ ઈ.સ. 1943માં 2 જૂનના રોજ અમરેલી જિલ્લાના ઘારી તાલુકાના દલસાણીયા ગામમાં થયો હતો. તેમના પિતા પુંજાભાઈ રેલ્વેમાં નોકરી કરતા હતા અને માતા મોંઘીબહેન ગૃહિણી હતા. દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢમાં રેલ્વેની નોકરી મળતાં તેઓ જુનાગઢમાં આવીને વસ્યા હતા. બાળપણથી જ લોકગીતો, ભજનો અને ગરબા ગાવાનો તેમને ખુબ શોખ હતો. તેમનો કંઠ પણ મધુર હતો.

દિવાળીબેન નિરક્ષર હોવા છતાં દવાખાનામાં કામવાળી, તેડાગર તથા નર્સોને રસોઈ બનાવવાની જેવા કામો ક્યારેય નાનપ અનુભવી નહોતી. દિવાળીબેનના લગ્ન રાજકોટમાં કર્યા હતા પરંતુ તેમના પિતાને વેવાઈ સાથે અણબનાવ થતાં દિવાળીબેને લગ્ન તોડી નાખ્યા ત્યારપછી તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા.ઈ.સ.1952 માં જુનાગઢમાં ગરબીમાં ગઈ કારકીર્દીની શરૂઆત કરી હતી. તેમની વણઝારી ચોકની ગરબી લોકોમાં ખૂબ જ પ્રિય બની ગઈ હતી. નવરાત્રીના સમયે આકાશવાણીના ડાયરેક્ટર અને ગાયક સ્વ. હેમુ ગઢવીએ આકાશવાણીમાં રેકોર્ડીંગ કરવાનું કહ્યું. આમ માત્ર પંદર વર્ષની નાની વયે સૌપ્રથમ રેકોર્ડીંગ કરવામાં આવ્યું. સ્ટેજ કાર્યક્રમોમાં પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધારે ગીતો તેમણે ગાયા હતા. તેમને 1000થી વધારે ગીતો કંઠસ્થ હતા.

- text

તેમની સાદગી અને સ્ટેજ પર તેમની મર્યાદા અનેક મહિલા કલાકારો માટે પ્રેરણારૂપ હતી. તેમના અત્યંત લોકપ્રિય ગીતોમાં ‘મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે’, ‘પાપ તારૂ પ્રકાશ જાડેજા’, ‘હું તો કાગળીયા લખી લખી થાકી’, ‘ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં’ અને ‘રામનાં બાણ વાગ્યા’ જેવા અનેક યાદગાર હતા.

ઈ.સ. 1990માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ દિવાળીબેન ભીલને લોકનાયક હેમુ ગઢવીના પ્રથમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લોકગીતો અને લોકસંગીતને લોકપ્રિય બનાવનાર દિવાળીબેન ભીલનું વર્ષ 2016માં 19 મેના રોજ અવસાન થયું. તેમનું અવસાન થવાથી ગુજરાતને ગુજરાતી લોકસંગીતની દુનિયાનો એક સિતારો કાયમ માટે અસ્ત થઇ ગયો.

- text