‘શો મેન ઓફ ધી મિલેનિયમ’ રાજ કપૂરે આજની તારીખે દુનિયાને અલવિદા કહી દીધું

- text


રાજ કપૂરને નવ વાર ફિલ્મફેર એવોર્ડઝ મળ્યા 

ચોવીસ વર્ષની ઉંમરે આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી

બોલીવુડના પહેલા શો મેન રાજ કપૂરે વર્ષ 1988માં આજની તારીખ એટલે કે 2 જૂનના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. દિલ્હીમાં ફાળકે એવોર્ડ સમારોહ દરમિયાન તેમની તબિયત લથડી હતી અને એક મહિના બાદ તેમનું અવસાન થયું હતું.

રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર, 1824ના રોજ પેશાવર ખાતે થયો હતો. ભારત સરકારે 1971માં રાજ કપૂરને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. જીવનપર્યંત શ્રેષ્ઠ સંગીતવાળા ફિલ્મો આપવા છતાં આર. કે. બેનર હેઠળની શંકર જયકિશનનાં સંગીતને માત્ર એક ફિલ્મને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો તે ફિલ્મ હતી રાજ કપૂર અભિનીત મેરા નામ જોકર.

રાજ કપૂર ભારતીય ફિલ્મનાં સફળ નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા રહ્યા હતા. ગઈ સદીના ભારતીય ફિલ્મના સૌથી મહાન ‘શો મેન’ રહ્યા હતા. 1948માં ફિલ્મ ‘આગ’થી તેમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પર્દાર્પણ કર્યુ હતું. અલબત 1935માં ફિલ્મ ઈન્કલાબમાં તે પરદા પર પ્રથમવાર દૃશ્યમાન થયા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. અન્ય કેટલીક ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવ્યા બાદ 1947માં ‘નીલ કમલ’માં અભિનેત્રી મધુબાલા સામે પ્રથમ મોટો બ્રેક મળ્યો. જેમાં તેમણે નાયકની ભૂમિકા અદા કરી હતી. મધુબાલાની પણ નાયિકા રૂપે આ પ્રથમ ફિલ્મ હતી.

રાજ કપૂરે તેમની ચોવીસ વર્ષની ઉંમરે આર.કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી. ફિલ્મ ‘આગ’ના નિર્માણ દ્વારા તે દેશના સૌથી નાની ઉંમરના દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા બની ગયા હતા.

- text

રાજ કપૂરને પ્રાપ્ત થયેલ એવોર્ડ

રાજ કપૂરને દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે 1987માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો. તેમને 19 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેશન મળ્યા હતા. જેમાંથી 9 વાર ફિલ્મફેર એવોર્ડઝ મળ્યા હતા. તેમને વર્ષ 2002માં સ્ટાર – સ્ક્રીન એવોર્ડ ‘શો-મેન ઓફ ધી મિલેનિયમ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2001માં BEST DIRECTOR OF MILLENNIUM નામક સ્ટારડસ્ટના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ કપૂરના અંતિમ દિવસો

રાજની અભિનેતા તરીકેની છેલ્લી ફિલ્મ 1982માં આવેલ ‘વકીલ બાબુ’ હતી. છેલ્લા દિવસોમાં રાજ અસ્થમાથી પીડાતા હતા. 1988ના વર્ષમાં તત્કાલીન રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે રાજને તેમના સર્વોચ્ચ ફિલ્મ પ્રદાન માટે ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત થયો. એવોર્ડ સમારંભ વખતે જ રાજની તબિયત વધુ લથડી હતી. રાષ્ટ્રપતિ ખુદ બધા જ પ્રોટોકોલ તોડીને રાજ કપૂર જયાં બેઠા હતા ત્યાં પગથિયા ઉતરીને આવ્યા. રાજને એવોર્ડ એનાયત કર્યો. તબિયત વધુ લથડતા સમારંભ સ્થાનેથી સીધા જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અને તા. 2 જૂન, 1988ના દિવસે ફિલ્માકાશમાં ચમકતો સિતારો ખરી પડયો. અનેક ફિલ્મો અને સંવેદનશીલ સંગીતની ભેટ આપનારો કલાકાર અનંતની યાત્રાએ નીકળી પડયો.

- text