વાંકાનેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

- text


વાંકાનેર : વાંકાનેરમાં રહેતી સગીરાને દીનેશ ખીમાભાઇ સોઢા નામનો શખ્સ ગત તા. ૮ મેના રોજ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ વાંકાનેર પોલીસ મથકના પોલીસ ઇન્સ.એચ.એન.રાઠોડ ચલાવી રહ્યા છે.

- text