ટંકારાના ગજડી ગામે ઉભરાતી ભૂગર્ભ ગટરથી રોગચાળાનું જોખમ

- text


ગામલોકોએ ગટરની સમસ્યા ઉકેલવા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી

ટંકારા : ટંકારા તાલુકાના ગજડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. ઘર પાસે ભૂગર્ભની વહેતી ગંદકીના કારણે રોગચાળાએ જોર પકડ્યું છે અને રોગચાળો વકરે એ પહેલાં ભૂગર્ભ ગટરની સમસ્યા હલ કરવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.

ટંકારાના ગજડી ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે, ગજડી ગામમાં ભૂગર્ભ ગટરની ગંદકી સતત ઓવરફ્લો થયા કરે છે. ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાથી ગામમાં ગંદા પાણી ભરાઈ છે. જેનાથી ભારે ગંદકી ફેલાય છે. લોકોના ઘર પાસે ગંદા પાણી ભરાયેલા હોવાથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગંદકીના કારણે મચ્છરોની ઉત્પત્તિ વધતા રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. હાલ કોરોનાનો કહેર હોય તો રોગચાળો વધુ બેકાબુ બને તે પહેલાં આ ગટરની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવાની માંગ કરી છે.

- text

- text