મોરબી જિલ્લામાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? વાંચો જિલ્લા કલેક્ટરે પ્રસિદ્ધ કરેલું જાહેરનામું

- text


મોરબી : મોરબી જિલ્લામાં પણ કોરોનાના કેસો હવે ઘટી રહ્યા હોય રાજ્ય સરકારની સુચનાના પગલે મીની લોકડાઉન હટી ગયું છે. હવે દુકાનો સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ અંગે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે 28 મે સુધી અમલમાં રહેવાનું છે. આ જાહેરનામામાં શુ ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તેની જે માહિતી જાહેર કરવામાં આવી છે. તે નીચે મુજબ છે.

શુ ખુલ્લું રહેશે, શુ બંધ રહેશે?

તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

રેસ્ટોરન્ટ સવારના 9 કલાકથી રાત્રીના 8 કલાક સુધી ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધાથી ચાલુ રાખી શકશે.

અઠવાડિક ગુજરી / બજાર/ હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટર ( ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ- બગીચા, મનોરંજક સ્થળો, જિમ, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.

અંતિમક્રિયા/ દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.

સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક. સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ, એટીએમ/ સીડીએમ, રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકર, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહિ.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/ સ્પોર્ટ્સ સ્ટેડિયમ/ સ્કૂલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.

- text

તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/ વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે.

કઈ સેવાઓ/ પ્રવૃતિઓ ચાલુ રહેશે

કોવિડ-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ

મેડિકલ, પેરામેડિકલ તથા તેને આનુસંગિક આરોગ્યલક્ષી સેવાઓ

ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા

ડેરી, દૂધ-શાકભાજી, ફળ- ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી

શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ

કરીયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વેચવા માટેની તમામ ઇનલાઈન સેવાઓ

અનાજ તથા મસાલા દળવાની ઘંટી

ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટેલ/ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે ફેસિલિટી આપતી સેવાઓ

ઈન્ટરનેટ/ ટેલિફોન/ મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર/ આઈ.ટી. સંબંધીત સેવાઓ

પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન

પેટ્રોલ, ડીઝલ એલપીજી/સીએનજી/ પીએનજીને સંબંધીત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધીત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ

પોસ્ટ અને કુરિયર સર્વિસ

ખાનગી સિક્યુરિટી સેવા

પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ

કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા

ઉપરયુક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ

આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ કોમર્સ સેવાઓ

તમામ પ્રકારના ઉત્પાદન/ ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે. તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- text