સ્નાતક કક્ષાનાં તમામ અભ્યાસક્રમો માટે ઈન્ટરમિડીયેટ સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓને મેરિટ બેઈઝડ પ્રોગ્રેશન અપાશે

- text


યુનિવર્સિટી – કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓનો થશે સમાવેશ 

CM રૂપાણીએ લીધો યુનિવર્સિટીઓ-કોલેજોનાં લાખો વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

મોરબી : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી – કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાનાં પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યનાં યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ – ગ્રાન્ટઈનએઈડ કોલેજો તેમજ સરકારી અને ખાનગી કોલેજોનાં સ્નાતક કક્ષાનાં મેડીકલ-પેરામેડીકલ સિવાયનાં તમામ અભ્યાસક્રમો માટે ઈન્ટરમિડીયેટ સેમેસ્ટર ર-૪ અને જ્યાં સેમિસ્ટર-૬ ઈન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટ બેઈઝડ પ્રોગ્રેશનનો લાભ મળશે.

- text

પ૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને પ૦ ટકા ગુણ તુરંત અગાઉનાં સેમેસ્ટરનાં આધારે અપાશે. જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહીં આવી હોય તો ત્યાં પ૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનનાં આધારે અને બાકીનાં પ૦ ટકા ગુણ તુરત અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરનાં આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઈ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે.

રાજ્યનાં અંદાજે ૯.૫૦ લાખ જેટલા યુવાઓનાં આરોગ્ય રક્ષા ઉદાત્ત ભાવ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપાણી સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતિમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઈને મેરિટ બેઈઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.

- text