મોરબીની વિનય સાયન્સ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ : ધો.10ના છ માસિક રિઝલ્ટ ઉપર આકર્ષક સ્કોલરશીપ

- text


22મી સુધીમાં સ્કોલરશીપનો લાભ લઇ શકાશે : સ્કોલરશીપમાં 100 ટકાથી લઈને 10 ટકા સુધીની ફી માફી

મોરબી : મોરબીની પ્રખ્યાત વિનય સાયન્સ સ્કૂલમાં ધો. 11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ધો.10ના માર્ક્સ ઉપર આકર્ષક સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. સ્કોલરશીપમાં 100 ટકાથી લઈને 10 ટકા સુધીની ફી માફી રાખવામાં આવી છે. આ સ્કોલરશીપનો લાભ 22મી સુધી જ મળવાનો હોય વહેલી તકે એડમીશન લેવા મેનેજમેન્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે વિનય સાયન્સ સ્કૂલ કાર્યરત છે. જે શિક્ષણ ક્ષેત્રે અનેક વિષેશતાઓ ધરાવે છે. અહીં ધો. 11 સાયન્સમાં એડમિશન મેળવનાર માટે કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને લીધે ખાસ સ્કોલરશીપ લાગુ કરવામાં આવી છે. ધોરણ10ના છ માસિક પરીક્ષાના સ્કૂલ રીઝલ્ટ પરથી આ સ્કોલરશીપ મળશે. જેમાં 95 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને સંપૂર્ણ ફી માફી, 90 ટકા ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને 50 ટકા ફી માફી, 85 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને 25 ટકા ફી માફી, 75 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને 15 ટકા ફી માફી, 70 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને 10 ટકા ફી માફી આપવામાં આવશે.

આ માટે આપનું રિઝલ્ટ મો. 84691 44400 પર વોટ્સએપ કરવાનું રહેશે. તારીખ: 22/ 5/ 2021 સુધી જ આ ફી સ્કોલરશિપ આપવામાં આવશે પછી આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. આ નંબર સેવ કરી https://surveyheart.com/form/5e8eb8bdff27d83f13a9f71d લીંક ઉપર એડમિશન મેળવી લેવું.જ્યારે સ્કૂલેથી જાણ કરવામાં આવે ત્યારે એલ.સી, પ્રથમ સત્રનું રીઝલ્ટ,આધારકાર્ડ અને બે ફોટા સાથે સ્કૂલ પર આવવાનું રહેશે.

- text

ઉલ્લેખનીય છે કે વિનય સાયન્સ સ્કૂલ અતિ આધુનિક બિલ્ડીંગ, વિશાળ કેમ્પસ તથા એસી કલાસરૂમ બધા વિષયના તજજ્ઞ શિક્ષકો એ જ સંચાલકો, ઉચ્ચ શિક્ષણ લાયકાત અને વર્ષોની અનુભવી શિક્ષક ટીમ સહિતની વિષેશતાઓ ધરાવે છે. અહીં સતત મૂલ્યાંકન માટે ડેઇલી- વિકલી વર્કિંગ- રાઉન્ડ ટેસ્ટનું આયોજન કરાય છે. ઉચ્ચ ગુણવતાયુક્ત આકર્ષક પ્રિન્ટિંગ મટીરીયલ્સ તેમજ સારૂ શિક્ષણ ઉપરાંત ઉચ્ચ કક્ષાનું ફોલોઅપ વર્ક કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની હાજરી, પરીક્ષાઓનું સંચાલન, વાલી સંપર્ક, એસએમએસ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામોની વાલીઓને જાણ વગેરે બાબતોને સંપૂર્ણ મહત્વ આપવામાં આવે છે. તે માટે પૂરતો અને વ્યવસ્થિત સ્ટાફ પણ છે. કોઈ પણ વિષયના વધારાના ટ્યુશનની જરૂર ન પડે તેવું પધ્ધતિસરનું શિક્ષણ, પ્રેક્ટિસ, હોમવર્ક, ટ્યુટોરિયલ વર્ક અને ઓછામાં ઓછી રજા રાખવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓની કક્ષા મુજબનું શિક્ષણ, માર્ગદર્શન અને વાતાવરણ તથા શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ માટે સમય અને શક્તિનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. અહીં સાધનોથી સજ્જ સાયન્સ લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે.

- text