MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ, જયારે ક્રૂડ તેલમાં મામૂલી ઘટાડો

- text


કપાસ, મેન્થા તેલ, રબરમાં નરમાઈ : કોટનમાં ઉછાળો : સીપીઓમાં સુધારાનો સંચાર

બુલડેક્સ ફ્યુચર્સમાં 68 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 113 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,36,016 સોદાઓમાં કુલ રૂ.10,973.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.157 ઘટવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.388 વધ્યો હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને મામૂલી ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં નરમાઈ સામે સીપીઓમાં સુધારાનો સંચાર થયો હતો. કોટનમાં ઉછાળો આવ્યો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 68 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના મે વાયદામાં 113 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 73,695 સોદાઓમાં કુલ રૂ.4,260.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,419ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,465 અને નીચામાં રૂ.48,290ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.4 અથવા 0.32 ટકા ઘટી રૂ.48,317ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.72 અથવા 0.19 ટકા ઘટી રૂ. રૂ.38,735 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 અથવા 0.1 ટકા ઘટી રૂ. રૂ.4,793ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.73,755ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,099 અને નીચામાં રૂ.73,613ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.388 અથવા 0.53 ટકા વધી રૂ. રૂ.73,712ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 33,003 સોદાઓમાં કુલ રૂ.1,994.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,862ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,892 અને નીચામાં રૂ.4,848ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.2 અથવા 0.04 ટકા ઘટી રૂ.4,857 બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,797 સોદાઓમાં રૂ.264.15 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1261ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1263.50 અને નીચામાં રૂ.1261ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.3 અથવા 0.24 ટકા ઘટી રૂ. રૂ.1262ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.22,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.22,300 અને નીચામાં રૂ.22,080ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.190 અથવા 0.86 ટકા વધી રૂ.22,240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1268ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1268.60 અને નીચામાં રૂ.1255.50ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.3.50 અથવા 0.28 ટકા વધી રૂ.1261.80ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.136 અથવા 0.77 ટકા ઘટી રૂ.17,434 અને મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.3.80 અથવા 0.4 ટકા ઘટી રૂ.957.90ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,245 સોદાઓમાં રૂ.1,821.66 કરોડનાં 3,760.185 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 58,450 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.2,438.62 કરોડનાં 330.062 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,664 સોદાઓમાં રૂ.802.62 કરોડનાં 16,44,800 બેરલ્સનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ..08 કરોડનાં 12 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 455 સોદાઓમાં રૂ.46.10 કરોડનાં 20,650 ગાંસડી ના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,291 સોદાઓમાં રૂ.217.04 કરોડનાં 17,380 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,166.438 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 538.829 ટન, ક્રૂડ તેલ 7,30,100 બેરલ્સ અને નેચરલ ગેસ 3,55,97,500 એમએમબીટીયૂ તેમ જ કપાસ 28 ટન, મેન્થા તેલ 32.4 ટન, રબર 242 ટન, રૂ (કોટન) 2,41,075 ગાંસડી, સીપીઓ 78,950 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,641 સોદાઓમાં રૂ.137.81 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 771 સોદાઓમાં રૂ.64.81 કરોડનાં 847 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 870 સોદાઓમાં રૂ.73 કરોડનાં 933 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 997 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 785 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 15,346 ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,346 અને નીચામાં 15,278ના સ્તરને સ્પર્શી, 68 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 4 પોઈન્ટ અથવા 0.03 ટકા ઘટી 15,284 ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ મે વાયદો 15,670 ના સ્તરે ખૂલી, 113 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 102 પોઈન્ટ અથવા 0.66 ટકા વધી 15,640 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,599 સોદાઓમાં રૂ.483.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.271.94 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.44.08 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.167.26 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું મે રૂ.50,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.40.50 ખૂલી, ઊપરમાં રૂ.51 અને નીચામાં રૂ.31 રહી, અંતે રૂ.2 અથવા 4.65 ટકા વધી રૂ.45 થયો હતો.

જ્યારે ચાંદી જૂન રૂ.75,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.2,320 ખૂલી, ઊપરમાં રૂ.2,500 અને નીચામાં રૂ.2,300 રહી, અંતે રૂ.308.50 અથવા 14.83 ટકા વધી રૂ.2,388.50 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.4,900 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.189 ખૂલી, ઊપરમાં રૂ.206 અને નીચામાં રૂ.177.90 રહી, અંતે રૂ.1.10 અથવા 0.58 ટકા વધી રૂ.190.20 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું મે રૂ.48,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.175 ખૂલી, ઊપરમાં રૂ.228 અને નીચામાં રૂ.171 રહી, અંતે રૂ.30 અથવા 15.79 ટકા વધી રૂ.220 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,200 ખૂલી, ઊપરમાં રૂ.1,200 અને નીચામાં રૂ.1,003 રહી, અંતે રૂ.98.50 અથવા 7.77 ટકા ઘટી રૂ.1,170 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.4,800 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.162 ખૂલી, ઊપરમાં રૂ.168 અને નીચામાં રૂ.150.10 રહી, અંતે રૂ.1.30 અથવા 0.79 વધી રૂ.165.60 થયો હતો.

- text