મોરબી સર્કલ હેઠળના 89 ગામોમાં હજુ લાઈટ ગુલ, રાત સુધીમાં વીજ પૂરવઠો યથાવત થવાની સંભાવના

- text


કુલ 257 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો, વીજકર્મીઓએ 168 ગામમાં સમારકામ કરી વીજ સપ્લાય શરૂ કરાવી

76 ફીડરો બંધ , 31 વીજપોલ ધરાશાયી : વાવાઝોડાથી વીજ તંત્રને મોટું નુકસાન

મોરબી : મોરબીમાં તાઉતે વાવાઝોડાએ ખાસ કંઈ નુકસાન સર્જ્યું નથી. પણ વીજ પુરવઠાને આ વાવાઝોડાએ ગંભીર કહી શકાય તેવી અસર પહોંચાડી છે. હાલ 89 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલી હાલતમાં છે. જ્યાં રાત્રે 9 વાગ્યા સુધીમાં વીજ સપ્લાય શરૂ થઈ જાય તેવા વીજ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

- text

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં જાનહાનિ તો સર્જી નથી. પણ પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકસાન પહોચાડ્યું છે. મોરબી સર્કલની વિગતો જોઈએ તો મોરબી સર્કલ હેઠળ આવતા 257 ગામમાં ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. જેમાં શક્ય હતા એટલા 168 ગામમાં તો પીજીવીસીએલની ટીમોએ સમારકામ કરી ત્યાં વીજ પુરવઠો કાર્યરત કરી નાખ્યો છે. પણ હજુ 89 ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયેલી હાલતમાં છે. આ ગામોમાં રાત્રીના 9 વાગ્યા સુધીમાં વીજ સપ્લાય શરૂ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું વર્તુળ અધિક્ષક ડોબરીયાએ જણાવ્યુ છે.

આ ઉપરાંત મોરબી વર્તુળમાં ભારે પવનના કારણે 31 જેટલા વીજપોલ પણ જમીન દોસ્ત થયા છે. આ સાથે જ્યોતિગ્રામના 32, અર્બનના 1 અને ઇન્ડસ્ટ્રીઝના 43 ફીડર બંધ થયા છે. વધુમાં વર્તુળ અધિક્ષક ડોબરીયાના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર પંથકમાં વાવાઝોડાની અસર હાલ સુધી વર્તાઈ રહી હોય તેની નજીક આવેલ સરાના 20 ગામ તેમજ હળવદના 21 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ત્યાં હજુ વરસાદને પવન ચાલુ હોય સમારકામ શક્ય નથી.

- text