કોરોના : આજે 49 નવા કેસની સામે 95 સાજા થયા, ફાયર વિભાગે 8 મૃતકોની અંતિમવિધિ કરી

- text


મોરબી જિલ્લામાં આજે 49 નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6125 કેસમાંથી 4953 સાજા થયા

જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 831

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ સરકારી તંત્રએ વાસ્તવિક આંકડા નજીક કેસ દર્શાવવાનું શરૂ કર્યું હોય તેમ 12 મેં, બુધવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1028 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 49 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

જ્યારે તંત્રએ આજે એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે 08 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી.

- text

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 09
મોરબી ગ્રામ્ય : 24
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 02
હળવદ સીટી : 03
હળવદ ગ્રામ્ય : 02
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 05
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 04
આજના જિલ્લાના કુલ નવા કેસ : 49

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 62
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 08
ટંકારા તાલુકામાં : 14
માળીયા તાલુકામાં : 09
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 95

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 831
કુલ ડિસ્ચાર્જ કેસ : 4953
મૃત્યુઆંક : 84 (કોરોનાના કારણે) 257 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6125
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 276293


 

- text