શોભેશ્વર રોડ ઉપર આઇસરની ટક્કરથી વિજપોલ ધારાશાયી

- text


વીજ પુરવઠો ખોરવાયા બાદ વીજ તંત્રએ થાંભલો હટાવીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો

મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલા શોભેશ્વર રોડ ઉપર ગ્રીનલેન્ડ પાર્કની સામે આજે પસાર થતા આઇસર ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આઇસર ટ્રક ત્યાં આવેલા વિજપોલ સાથે અથડાયો હતા. આઇસર ટ્રકની જોરદાર ટક્કરને પગલે વિજપોલ તૂટી પડયો હતો.

વિજપોલ ધારાશયી થતાની સાથે થોડીવાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમજ થોડીવાર માટે રસ્તો પણ બંધ થયો હતો. આ બનાવની જાણ થતા પીજીવીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વીજ થાભલાને હટાવીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.

- text

આ બનાવ અંગે સ્થાનિક રહીશોએ વીજ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો કે, આ વીજ પોલ રસ્તા ઉપર હોવાથી સલામતી માટે એ વિજપોલને અંદર લેવાની અગાઉ વિજતંત્રને રજુઆત કરી હતી. પણ તંત્રએ આ રજુઆત કાને ન ધરતા આ ઘટના બની હતી. આ ઘટના બાદ આઇસર ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.

- text