મોરબીમાં વિદેશી દારૂ સપ્લાય કરવા આવેલા ધ્રાંગધ્રાના બે શખ્સ ઝડપાયા

- text


પોલીસે રોયલ ચેલેન્જની 120 બોટલ અને કાર સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે જુના ઘુટું રોડ ઉપર સ્મશાન પાસેથી મારૂતિ સુઝુકી એસએક્સફોર કારમાંથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ ૧૨૦ કિ.રૂ.કિ.રૂ.૫૧,૮૪૦ સાથે ધ્રાંગધ્રાના બે શખ્સોને કાર સહિત કુલ રૂ.૨,૦૪,૩૪૦ના મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલની સુચનાથી પીએસઆઇ આર.બી.ટાપરીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.હે.કોન્સ. ભગવાનભાઇ ખટાણા તથા પો.કોન્સ. રમેશભાઇ મુંધવાને મળેલી સંયુકત બાતમીને આધારે જુના ઘુટુ રોડ ઉપર સ્મશાન નજીકથી મારૂતિ સુઝુકી કંપનીની SX4 કાર નંબર જી.જે.૦૯ બી.એ.-૮૪૫૬ કિ.રૂ.૧,૫૦,૦૦૦ વાળીમા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક કુલ બોટલો નંગ- ૧૨૦ કિ.રૂ.કિ.રૂ.૫૧,૮૪૦ તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૨,૫૦૦ તથા મળી કુલ કિમત રૂ.૨,૦૪,૩૪૦નાં મુદામાલ સાથે ભાવેશભાઇ નિરૂભાઇ જાદવ, ઉ.વ.૨૮, રહે.ધ્રાંગધ્રા નરસીહપરા મુનકાની વાડી પાસે કોંઢ રોડ ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા પાર્થ ઉર્ફે પીન્ટુ કલ્પેશભાઇ ઠકકર,ઉ.વ.૩૦, રહે.દેપાળાના ચોરા પાસે મોટી શેરીમાં ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

આ સફળ કામગીરી બી ડિવિઝન પીએસઆઇ આર.બી.ટાપરીયા, પો.હેડકોન્સ. બી.આર.ખટાણા, ડી.એચ.બાવળીયા, એન.એમ.ગોસ્વામી, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ લોખીલ, રમેશભાઇ મુંધવા, દેવસીભાઇ મોરી, શકિતસીહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકઝા તથા રમેશભાઇ મિયાત્રા સહિતનાઓએ કરી હતી.

- text