મોરબી નહેરુ ગેઇટ ચોકની શાક માર્કેટનું સરદાર બાગ પાસે સ્થળાંતર

- text


સરદાર બાગ પાસે શાક માર્કેટ સવારના 6 થી 9 દરમિયાન જ ખુલ્લી રહેશે

મોરબી : મોરબીના હૃદય સમાન નહેરુ ગેઇટ ચોકમાં વર્ષોથી વહેલી સવારે શાક માર્કેટ ભરાઈ છે. ત્યારે હાલ કોરોના સંક્રમણનું જોર વધુ હોવાથી ભીડનું જોખમ ટાળવા માટે નહેરુ ગેઇટ ચોકમાં ભરાતી શાક માર્કેટનું શનાળા રોડ સરદાર બાગ પાસે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સરદાર બાગ પાસે શાક માર્કેટ સવારના 6 થી 9 દરમિયાન જ ખુલ્લી રહેશે.

મોરબીમાં કોરોના સંક્રમણ ટાળવા માટે હાલ મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એટલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની મોટાભાગની દુકાનો બંધ છે ત્યારે આવશ્યક ચીજવસ્તુઓના ખુલ્લામાં વેપારમાં પણ ભીડનું જોખમ ટાળવવા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં વર્ષોથી ભરાતી શાક માર્કેટમાં શાકભાજી લેવા લોકો ઉમટી પડતા હોય ભીડને કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા હાલ પૂરતા નહેરુ ગેઇટ ચોકમાં ભરાતી શાક માર્કેટને શનાળા રોડ સરદાર બાગ પાસે ઓમ શાંતિ સ્કૂલ નજીક આવેલ ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લોકડાઉન દરમિયાન કામચલાઉ ધોરણે નહેરુ ગેઇટ ચોકમાં વર્ષોથી ભરાતી શાક માર્કેટને સરદાર બાગ પાસે ઓમ શાંતિ સ્કૂલ નજીક આવેલ ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી કોરોનાની બીજી લહેરમાં આ શાક માર્કેટને શિફ્ટ કરવામાં આવી છે અને સરદાર બાગ પાસે ઓમ શાંતિ સ્કૂલ નજીક આવેલ ગ્રાઉન્ડમાં ખસેડાયેલી શાક માર્કેટ દરરોજ સવારે 6 થી 9 સુધી ચાલુ રહેશે.

- text