મોરબીમાં યુવા આર્મી ગ્રૂપ દ્વારા કોવિડના દર્દીઓને ફ્રૂટ તથા જ્યુસનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાતોરાત ડિમાન્ડ નીકળતા ફળફ્રૂટના ભાવો આસમાને પહોંચી ગયા છે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને આ ફળફ્રૂટના ભાવો કોઈ કાળે પોસાઈ તેમ ન હોવાથી તેમને મદદરૂપ થવા માટે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવ્યા છે.

મોરબીમા ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પૂરી પાડતું અને હાલના સમયમાં લોકોને ઓક્સિજન અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવા આપી રહેલા યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમા આવેલ સરકારી તેમજ આયુષ,‌‌ સદભાવના, પ્રભાત અને સમર્પણ હોસ્પિટલમા સારવાર અર્થે આવેલ જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રુટ તથા ફ્રુટનું જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવા આર્મી ગ્રુપે કપરી પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે આ સેવા કાર્ય કરીને માનવતા મહેકાવી હતી.

- text

 

- text