MCX ડેઈલી રિપોર્ટ : ક્રૂડ તેલમાં તેજી, સોનાના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો

- text


ચાંદીમાં સંકડાઈ ગયેલી વધઘટ : કોટન, મેન્થા તેલમાં નરમાઈ : કપાસ, સીપીઓ, રબરમાં સુધારો 
ક્રૂડ પામતેલમાં ૩૦,૪૫૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૫,૨૨૦ ટનના સ્તરે
પ્રથમ સત્રમાં રૂ.૧૧,૯૨૧ કરોડનું ટર્નઓવર

મુંબઈ : એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧,૬૮,૨૧૫ સોદામાં રૂ.૧૧,૯૨૧.૬૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડા સામે ચાંદીના વાયદાઓમાં વધઘટ સંકડાઈ ગઈ હોય તેમ સીમિત રેન્જમાં ફેરફાર થયો હતો. તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ સુધરી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં તેજીના માહોલ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૩૦,૪૫૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૫,૨૨૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કોટન અને મેન્થા તેલના વાયદામાં નરમાઈ સામે કપાસ, સીપીઓ અને રબરમાં સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૩૬૧૧ સોદાઓમાં રૂ.૪૮૩૯.૦૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૨૨૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૩૧૪ અને નીચામાં રૂ.૪૭૦૨૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૦ ઘટીને રૂ.૪૭૦૭૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૫ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૮૩૨ અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૮૮ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૮૭ ઘટીને બંધમાં રૂ.૪૬૮૭૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૮૯૮ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૦૬૦ અને નીચામાં રૂ.૬૯૬૯૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪ વધીને રૂ.૬૯૯૦૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ.૫૭ ઘટીને રૂ.૭૦૮૩૩ અને ચાંદી-માઈક્રો જૂન રૂ.૬૮ ઘટીને રૂ.૭૦૮૨૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૪૫૮૬ સોદાઓમાં રૂ.૨૬૭૫.૧૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૮૮ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૮૦ અને નીચામાં રૂ.૪૭૬૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૮ વધીને રૂ.૪૮૬૧ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૩૮૭ સોદાઓમાં કુલ રૂ.૩૮૦.૭૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન મે વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૬૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૭૬૦ અને નીચામાં રૂ.૨૧૬૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦ ઘટીને રૂ.૨૧૭૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૭૪.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧.૧ વધીને બંધમાં રૂ.૧૧૯૭.૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.૯૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૮૩ અને નીચામાં રૂ.૯૭૦.૫ રહી, અંતે રૂ.૯૭૫.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૩૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૩૭ અને નીચામાં રૂ.૧૨૩૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮ વધીને રૂ.૧૨૩૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરમાં મે વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૭૯૮ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૧૭,૦૫૦ અને નીચામાં રૂ.૧૬,૭૩૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૩ના ઉછાળા સાથે રૂ.૧૭,૦૦૯ના સ્તરે બંધ થયો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૦૫૨ સોદાઓમાં કુલ રૂ.૨૩૧૧.૭૬ કરોડ ની કીમતનાં ૪૮૯૯.૨૬૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૨૫૫૯ સોદાઓમાં કુલ રૂ.૨૫૨૭.૨૭ કરોડ ની કીમતનાં ૩૫૭.૦૨૬ ટન, ક્રૂડ તેલમાં ૨૦૯૪૨ સોદાઓમાં રૂ.૧૫૧૧.૮૦ કરોડનાં ૩૧૩૨૪૦૦ બેરલ્સ, કોટનમાં ૨૦૦ સોદાઓમાં રૂ.૧૮.૫૭ કરોડનાં ૮૫૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૧૨૫ સોદાઓમાં રૂ.૩૫૯.૩૫ કરોડનાં ૩૦૪૫૦ ટન, મેન્થા તેલમાં ૧૯ સોદાઓમાં રૂ.૨.૦૦ કરોડનાં ૨૦.૫૨ ટન, રબરમાં ૪૦ સોદામાં રૂ.૭૧.૧૦ લાખનાં ૪૨ ટન, કપાસમાં ૩ સોદાઓમાં રૂ.૭.૪૧ લાખનાં ૧૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૬૪૫.૭૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૧૭.૮૫૩ ટન, ક્રૂડ તેલમાં ૧૦૯૧૬ બેરલ્સ, કોટનમાં ૨૧૮૫૭૫ ગાંસડી, સીપીઓમાં ૬૫૨૨૦ ટન, મેન્થા તેલમાં ૩૧.૩૨ ટન, રબરમાં ૧૩૬ ટન અને કપાસમાં ૨૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૫ અને નીચામાં રૂ.૨૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૭૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૮.૫ અને નીચામાં રૂ.૧૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૮ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૧૬૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૮૩.૫ અને નીચામાં રૂ.૨૯૨૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૮૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૦ અને નીચામાં રૂ.૫૨૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૬૪.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૦ અને નીચામાં રૂ.૧૨૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૧.૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૮.૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૫ અને નીચામાં રૂ.૧૧૧.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦.૨ બંધ રહ્યો હતો.

- text