મોરબીના જલારામ મંદિર દ્વારા જરૂરીયાતમંદો માટે ફુડ પાર્સલની વ્યવસ્થા

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ વર્ષોથી ચાલુ છે. ત્યારે ગત વર્ષે લોકડાઉન સમયે સંસ્થા દ્વારા એક લાખ જેટલા ફુડપેકેટનુ વિતરણ જરૂરીયાતમંદોને ૪૦ દીવસ દરમિયાન કરવામા આવ્યુ હતુ. હાલમાં ગુજરાતના વિવિધ શહેરોમા સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરવામા આવેલ છે. ત્યારે દર્દીઓ, દર્દીના સગાઓ, બહારગામથી રીપોર્ટ્સ કરાવવા આવતા લોકો માટે તેમજ શહેરના જરૂરીયાતમંદ લોકો માટે બપોર તેમજ સાંજના ભોજન માટે ફુડ પેકેટ પાર્સલની વ્યવસ્થા કરવામા આવેલ છે.

- text

આ પાર્સલ મેળવવા માટે બપોરે ૧૨થી ૧ કલાકે તેમજ સાંજે ૬:૩૦થી ૭:૩૦ કલાક દરમિયાન અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિરનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ચંદ્રવદનભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા સહીતનાઓએ જણાવ્યુ છે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ યાદીમાં જણાવ્યું છે.

- text