મોરબી સિવીલના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ

- text


મોરબી :- મોરબી સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અશ્વિન ટાંકનું અમદાવાદમાં કોરોનાની સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજ્યું હતું.

- text

મુળ સુપેડી તા. ધોરાજીના વતની અને સીએચસી વંથલીથી તા:- 02/01/2010 થી બદલી થઈ મોરબી ફરજમાં મુકાયેલા અને ત્યારથી મોરબી સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડોકટર અશ્વીન ટાંકને તા: 20/3 ના રોજ તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યા કોરોનાની સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજતા મોરબી સિવીલ હોસ્પિટલમાં દુ:ખની લાગણી ફેલાઈ છે. અને મોરબી સિવીલ હોસ્પિટલમાં એક કર્તવ્ય નિષ્ઠ ડોકટરની ઘટ થવા પામી છે.

- text