ધૂળકોટ ગામે આંશિક લોકડાઉન જાહેર

- text


મોરબી : કોરોનાની મહામારીમાં હાલ સાવચેતી જ અસરકારક ઉપાય જણાતો હોય મોરબી જિલ્લાના અનેક ગામોએ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ તેમજ આંશિક લોકડાઉન જાહેર કર્યા છે. આવી જ રીતે ધૂળકોટ ગામે પણ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.

- text

ધુળકોટ ગ્રામ પંચાયત અને ગામના અગ્રણી દ્વારા ધુળકોટ ગામમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી દુકાનદારોને તેમની દુકાન સવારે ૮ થી ૧૦ અને સાંજે ૬ થી ૮ ખોલવાની છૂટ આપવામાં આવી છે. સાથે દુધની ડેરીને છુટ આપવામાં આવી છે. સાથે તાકીદ પણ કરવામાં આવી છે કે માવા અને ગુટખાનુ વેચાણ કરી શકશે નહી. આ નિયમનુ ઉલ્લંધન કરનાર રૂપિયા ૫૦૦ના દંડને પાત્ર રહેશે. ગામમાં માસ્ક પહેરીને જ નીકળવાનું રહેશે. માસ્ક વગરની કોઈ વ્યક્તિ માલુમ પડશે તો ૨૦૦ રૂપિયા દંડ આપવાનો રેહશે. દંડની રકમ ગાયોને લીલા ધાસચારા માટે વાપરવામાં આવશે.

- text