મોરબીના રાજપર ગામે 500 ચકલીના માળા-500 કુંડાનું વિનામૂલ્યે વિતરણ

- text


ચકલીનો મધુર અવાજ દરેક ઘરમાં ગુંજતો થાય તે માટે જાગૃત નાગરિકનું સરાહનીય કાર્ય

મોરબી : ઇમારતો વાળા મકાનોની ઘેલછાને કારણે હવે મકાનોમાંથી ચકલી અદ્રશ્ય થઈ ગઈ છે. ત્યારે ઇમારતો વાળા મકાનોમાં પણ ફરી ચકલીની ચી..ચી.. નો મધુર અવાજ ગુંજતો થાય તે માટે મોરબીના રાજપર ગામના જાગૃત નાગરિકે સરાહનીય કાર્ય હાથ ધર્યું હતું. જેમાં તેઓએ મોરબીના રાજપર ગામે 500 ચકલીના માળા-500 કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

- text

મોરબીના રાજપર ગામે રહેતા ધર્મેશભાઈ શામજીભાઈ કુબાવત નામના જાગૃત નાગરિક દ્વારા ચકલીનો દરેક ઘરમાં પુનઃવસવાટ થાય તેવા હેતુસર ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ગિરીરાજ પાન એન્ડ નાસ્તા હાઉસ, રાજપર ગામ બસ સ્ટેન્ડ પાસે સહિતની જગ્યાએ ચકલીના માળા-500 પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. ખાસ કરીને હાલના ઉનાળાના સમયમાં ચકલાને પાણી તરસ છીપાવવા માટે પાણીના પરબીયા અને સાથોસાથ રહેવાનો આશરો મળે તેવા માટીમાંથી ખાસ બનાવેલા ચકલીના માળાનું વિતરણ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text