સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ : ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી નરમાઈ

- text


રબરમાં વધેલા વોલ્યુમ સાથે વાયદો રૂ.348 તૂટ્યો: મેન્થા તેલમાં ઘટાડો

કપાસ, કોટન, સીપીઓમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૨૫૬૨ કરોડનું ટર્નઓવર

મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્ર સુધીમાં ૧૮૮૮૫૩ સોદામાં રૂ.૧૨૫૬૨.૫૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધી આવ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૬૧૦ ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી નરમાઈ વાયદાના ભાવમાં હતી. નેચરલ ગેસ પણ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં રબરમાં વધેલા વોલ્યુમ સાથે વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૩૪૮ તૂટ્યો હતો. મેન્થા તેલમાં ઘટાડા સામે કપાસ, કોટન અને સીપીઓમાં વૃદ્ધિ ભાવમાં થઈ હતી.

વિશ્ર્વબજારમાં અમેરિકાનો ડોલર ઈન્ડેક્સ ૦.૨૬ ટકા ઘટી ૯૨.૨૨૭ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે યુએસ ૧૦ વર્ષીય બોન્ડ વળતર ૦.૧૮ ટકા ઘટી ૧.૬૫૧ ટકાના સ્તરે હતું. ફેડરલ રિઝર્વની નવીનતમ પોલીસી મિટિંગની મિનિટ્સ બાદ વિશ્ર્વબજારમાં સોનું ત્રણ અઠવાડિયા અને ચાંદી બે અઠવાડિયાની ટોચે પહોંચ્યું હતું.

વિશ્ર્વબજારમાં સોનું ૦.૫ ટકા વધીને ૧ ઔંશદીઠ ૧૭૫૧ ડોલર અને ચાંદી ૦.૮ ટકા વધીને ૨૫.૩૩ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. ઘરેલૂ બજારમાં મુંબઈ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૪૬,૨૨૫ અને ૯૯.૯૦ના રૂ.૪૬,૪૧૧ બોલાઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૬૭,૨૧૯ બોલાઈ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઊપર બોલાઈ રહ્યા હોવાના સમાચાર હતા.

વાયદા બજાર એમસીએક્સ પર ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૪૭૪ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૫૯૦ અને નીચામાં ૧૪,૪૩૫ બોલાઈ, ૧૫૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૯૩ પોઈન્ટ વધી ૧૪,૫૮૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૩૯૦ના સ્તરે ખૂલી, ૧૮૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૧૬૨ પોઈન્ટ વધી ૧૪,૫૧૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૪૬૪૯ સોદાઓમાં રૂ.૫૬૮૨.૭૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૨૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૬૮૨ અને નીચામાં રૂ.૪૬૨૪૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૮ વધીને રૂ.૪૬૬૫૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૨૦૯ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૧૯ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૭ વધીને બંધમાં રૂ.૪૬૩૯૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૨૯૦ અને નીચામાં રૂ.૬૬૩૬૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧૦ વધીને રૂ.૬૭૨૪૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૫૮૪ વધીને રૂ.૬૭૨૫૫ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૫૮૧ વધીને રૂ.૬૭૨૪૭ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૭૪૫૭ સોદાઓમાં રૂ.૩૫૦૬.૬૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૭૫ અને નીચામાં રૂ.૪૩૯૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ ઘટીને રૂ.૪૪૩૭ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૨૪૪૦ સોદાઓમાં કુલ રૂ.૩૧૧.૧૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૮૭૦ અને નીચામાં રૂ.૨૧૬૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૦ વધીને રૂ.૨૧૮૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૨૯.૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૬.૯ વધીને બંધમાં રૂ.૧૧૪૧ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૭ અને નીચામાં રૂ.૯૫૪.૫ રહી, અંતે રૂ.૯૫૫.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૧૯ અને નીચામાં રૂ.૧૩૧૨.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૩૧૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૦૫૨ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૭,૧૫૦ અને નીચામાં રૂ.૧૬,૮૦૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪૮ તૂટી રૂ.૧૬,૮૨૫ના સ્તરે બંધ થયો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૩૪૫૩ સોદાઓમાં કુલ રૂ.૩૧૨૦.૯૯ કરોડ ની કીમતનાં ૬૭૨૧.૯૮૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૧૧૯૬ સોદાઓમાં કુલ રૂ.૨૫૬૧.૭૪ કરોડ ની કીમતનાં ૩૮૨.૮૩૫ ટન, ક્રૂડ તેલમાં ૩૨૨૯૯ સોદાઓમાં રૂ.૨૦૫૩.૬૭ કરોડનાં ૪૬૩૫૪૦૦ બેરલ્સ, કોટનમાં ૮૪૩ સોદાઓમાં રૂ.૭૭.૮૯ કરોડનાં ૩૫૬૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૨૮ સોદાઓમાં રૂ.૨૩૧.૬૧ કરોડનાં ૨૦૫૯૦ ટન, મેન્થા તેલમાં ૪ સોદાઓમાં રૂ.૪૧.૨૭ લાખનાં ૪.૩૨ ટન, રબરમાં ૫૯ સોદામાં રૂ.૧.૦૮ કરોડનાં ૬૪ ટન, કપાસમાં ૬ સોદાઓમાં રૂ.૧૫.૭૭ લાખનાં ૨૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૬૩૮.૭૫૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૬૧.૩૨૧ ટન, ક્રૂડ તેલમાં ૬૯૯૧ બેરલ્સ, કોટનમાં ૨૧૫૨૭૫ ગાંસડી, સીપીઓમાં ૯૦૪૫૦ ટન, મેન્થા તેલમાં ૪૮.૬ ટન, રબરમાં ૩૧૬ ટન અને કપાસમાં ૧૩૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૩ ખૂલી, ઊપરમાં રૂ.૬૦૫ અને નીચામાં રૂ.૫૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૮૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૨ અને નીચામાં રૂ.૨૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૮.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૫૦ અને નીચામાં રૂ.૫૫૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૧૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૪૪.૫ અને નીચામાં રૂ.૫૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦૨.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૧.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૫ અને નીચામાં રૂ.૭૬.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૫.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬.૨ અને નીચામાં રૂ.૯૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦.૪ બંધ રહ્યો હતો.

- text