મોરબીમાં શનિ- રવિ સ્વૈચ્છિક રીતે સંપુર્ણ લોકડાઉન, ત્યારબાદ સોમવારથી પાંચ દિવસ આંશિક લોકડાઉન

- text


 

જિલ્લા પ્રભારી અને કલેકટરની અધ્યક્ષતામાં વિવિધ વેપારી એસો.નો નિર્ણય

મોરબી : મોરબીમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાતા જનહિતને ધ્યાને રાખીને વિવિધ વેપારી એસોસિએશન દ્વારા આગામી શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક રીતે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમવારથી પાંચ દિવસ આંશિક લોકડાઉન જાહેર કરાયુ છે.

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલે ‘મોરબી અપડેટ’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે વેપારી એસોસિએશનોની બેઠક હતી. જેમાં જિલ્લા પ્રભારી મનીષા ચંદ્રા, જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં અનાજ- કરીયાણા, પાન, શાક માર્કેટ, સુગર મર્ચન્ટ, મેડિકલ સહિતના એસોસિએશનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

- text

બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી શનિવાર અને રવિવાર એમ બે દિવસ વેપારીઓ સ્વૈચ્છિક રીતે લોકડાઉન પાડશે. જો કે આ દરમિયાન આત્યંત જરૂરી સેવાઓ ચાલુ જ રહેશે. ત્યારબાદ આગામી સોમવારથી શુક્રવાર એમ પાંચ દિવસ આંશિક લોકડાઉન રહેશે. આ દરમિયાન દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ નિર્ણય વેપારીઓ દ્વારા જનહિતને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે.

- text