ટંકારા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ : લોકોને ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના

- text


ટંકારા : ટંકારા-થાણા અધિકારી બી ડી પરમાર, પોલીસ જવાનના ફિરોજખાન પઠાણ, બલોચભાઈ, ઇમ્તિયાઝભાઈ, વિજયભાઈ બાર, પ્રવિણભાઈ મેવા સહિતના પોલીસ કર્મચારી કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી ટંકારાની બજારો મુખ્ય માર્ગો પર ફરી નગરજનોને વર્તમાન સ્થિતિ અંગે ગંભીરતા દાખવી બિનજરૂરી આટાફેરા અટકાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જીલ્લા કલેકટરના જાહેરનામા અંગે વાકેફ કર્યા હતા અને જો નિયમોનું પાલન નહી કરે તો કાયદા મુજબ કાર્યવાહી કરવી પડશેની વાત કરી હતી.

- text

આ ઉપરાંત તાલુકાના તમામ સરપંચોને હાલમાં કોરોનાના કેસો ફરી વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા હોય તમામ પોતાના ગામમાં ગામના લોકો માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવા શહેરી વિસ્તારમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં હોય જેથી ગામ લોકોને સમજાવવા શહેરમાં અવરજવર બને ત્યાં સુધી ન કરે. સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પ્રસંગમાં 100થી વધારે વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં. જેથી ગામમાં વધારે ભીડ એકત્રિત થાય તેવા પ્રસંગની આયોજન ન કરે. અને બધાને ખંભે ખંભો મિલાવી આ વૈશ્વિક મહામારી સામે લડવા હાકલ કરી હતી.

- text