હળવદમાં 45 વર્ષથી ઉપરના નાગરિકોને કોરોના વેકસીન આપવાનો શુભારંભ

- text


કોરોના પ્રતિરોધક વેકસીન લેવા શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવેની નગરજનો ને જાહેર અપીલ

હળવદ : આજથી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે 45 વર્ષથી ઉપરના નાગરિકોને કોરોના વેકસીન આપવાનો પ્રારંભ થયો છે. વૈશ્વિક મહામારી કોરોના દિન પ્રતિદિન વકરતો જાય છે ત્યારે અત્યાર સુધી તેની ખાસ કોઈ દવા નહોતી લક્ષણો પ્રમાણે દવા અને સારવાર કરવામાં આવતી હતી ત્યારે ભારત માજ કોરોના વેકસીનનું સફળતા પૂર્વક ઉત્પાદન થઇ રહ્યું છે અને દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ કોરોના વેકસીન વિપુલ માત્રામાં ભારત નિકાસ કરી રહ્યું છે ત્યારે દેશભરમાં પહેલા તબક્કામાં પહેલી હરોળના કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને કોરોના વેકસીન આપવામાં આવી હતી અને તેની કોઈ ગંભીર આડઅસર સામે આવી નથી અને તે સુરક્ષિત છે.

- text

આજે 1 એપ્રિલથી બીજા તબક્કામાં 45 વર્ષથી ઉપરના નાગરિકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપવાનો શુભારંભ થયો છે ત્યારે આજે પ્રથમ દિવસે હળવદના કિશોરભાઈ એરવાડિયાએ હળવદ તાલુકાના 45 વર્ષથી ઉપરના લોકોને વેકશીનેશનસ આપવાના તબક્કામાં સર્વપ્રથમ વેકસીન લીધી છે અને તેઓએ અન્ય 45 વર્ષથી ઉપરના નાગરિકોને વેકસીન લેવા માટે અનુરોધ કર્યો છે અને હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવેએ પણ 45 વર્ષથી ઉપરના નાગરિકોને વેકસીન લેવા માટે જાહેર અપીલ કરી છે. હળવદની સરકારી હોસ્પિટલ સહિત નક્કી કરેલ પ્રાઇવેટ હોસ્પિટલ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી દવાખાનામા વેકશીનેશન કાર્યક્રમ કાર્યરત હોઈ જેનો લાભ લેવા હળવદના નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text