લીલાપર રોડ ફીલ્ટર હાઉસ પાસે તીનપત્તિ રમતા પાંચ ઝડપાયા

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે પોલીસે શહેરના લીલાપર રોડ ફીલ્ટર હાઉસ પાસે તીનપત્તિનો જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ પાંચેય આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે તા.૩૦ ના રોજ બાતમીના આધારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફીલ્ટર હાઉસ પાસે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર રમી રમતા આરોપીઓ વીજયભાઇ કમલેશભાઇ પરમાર, લક્ષ્મણભાઇ ગોકળભાઇ ટોટા, તરૂણભાઇ નરસંગભાઇ મારૂ, જયેશભાઇ રાણાભાઇ મારૂ, ભારૂભા લાલુભા બાવડાને જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. ૩૪,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text