મોરબી : ઓફીસમાં ચાલતા જુગારધામ પર દરોડો, આઠ ઝડપાયા

- text


બાતમીના આધારે તખ્તસિંહજી રોડ પરના કોમ્પલેક્ષમાં મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ ટીમ દ્વારા રેડ કરાઈ

મોરબી : મોરબીના તખ્તસિંહજી રોડ પર આવેલા નીલકંઠ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલી ઓફીસ(દુકાન)માં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડી 8 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ, મોરબી ડીવી.મોરબીના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ બી. પી.સોનારાની સુચના મુજબ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટેના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા પો.કોન્સ ભાવેશભાઇ મિયાત્રાને ખાનગીરાહે સંયુકત હકિકત મળેલ કે જયવિરસીંહ ભરતસિંહ પરમાર રહે. મોરબી નવલખી રોડ કુબેરનગર વાળાની મોરબી તખ્તસિંહજી રોડ ઉપર નિલકંઠ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ પોતાની ભાડાની દુકાન (ઓફીસ)માં બહારથી માણસો ભેગા કરી ગંજીપતા વડે પૈસા પાના વતી જુગાર રમતા હોય જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા સદરહું દુકાનમાં આઠ લોકો ગંજીપતાના પાનાવડે રોનપોલીસનો પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર રમી રમતા મળી આવતા આઠેય ઇસમો ના કબ્જામાથી રોકડ રૂ.૭૩૫૫૦/-ના મુદામાલ સાથે પકડાઇ જતા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.માં આઠેય આરોપીઓ વિરૂધ્ધ જુ.ધા કલમ ૪,૫ મૂજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવા મા આવેલ છે.

- text

જુગાર રમતા પકડાયેલા આરોપી
(૧) જયવિરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમાર રહે.મોરબી નવલખી રોડ કુબેરનગર-૧ સોસાયટી
(ર) વિજયભાઇ ધીરૂભાઇ સાંતલાપરા ઘંઘો, મજુરી રહે. મોરબી રામનગરી સોસાયટી ઘૂંઢરોડ રામકો સોસાયટીની બાજુમાં
(3) તરૂણભાઇ ઉર્ફે લાલો નરસંગભાઇ મારૂ ધંધો.ડ્રાયવિંગ રહે.વીશીપરા ગુલાબનગર મોરબી મુળ રહે.ખોડ તા.હળવદ
(૪) જયેશભાઇ રાણાભાઇ મારૂ ધધો ખેતી રહે. મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૫
(૫) હરેશભાઇ ચંદુભાઇ પરમાર રહે. મોરબી માધાપર શેરીનં.૮ ધાવડીમાતાના મંદીરપાસે
(૬) વિજયભાઇ કમાભાઇ ગમારા ધંધો. રીડ઼ા રહે.મોરબી વાવડરોડ કારીયા સોસાયટી શંકરભવાનના મંદીર પાસે
(૭) લક્ષ્મણભાઇ ગોકળભાઇ ટોટા ધંધો, રી. ડ્રા રહે. મોરબી વાવડીરોડ ભગવતીપરા શેરીનં ૬
(૮) સિંકદરભાઇ દીલાવરભાઇ મોવર રહે.મોરબી વીશીપરા મદીના સોસાયટી રોયલ સ્કુલ પાસે

આ જુગારની સફળ રેડની કામગીરી પો.ઇન્સ બી. પી. સોનારા તથા પી.એસ.આઇ. વી.જી. જેઠવા તથા પો.હેડકોન્સ.રામભાઇ મંઢ તથા પ્રફુલભાઇ પરમાર તથા મહાવીરસિંહ પરમાર તથા કિશોરભાઇ મિયાત્રા તથા પો.કોન્સ ભાનુભાઇ બાલાસરા તથા ચકુભાઇ કરોતરા તથા સંજયભાઇ બાલાસરા તથા ભરતભાઇ હુંબલ તથા ભાવેશભાઇ મિયાત્રા દ્વારા કરવામાં આવી હતી.

- text