હળવદના સોનીવાડમાં ધમધમતું જુગારધામ ઝડપાયું : 7 વેપારીઓ ઝપટે

- text


પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 12,800 કબ્જે કર્યા

હળવદ : હળવદમાં પોલીસે બાતમીના આધારે અહીંના સોનીવાડ વિસ્તારમાં ધમધમતા જુગારધામને ઝડપી લીધું હતું. જેમાં પોલીસે નાલ ઉઘરાવીને જુગરધામ ચલાવતા મકાન માલિક સહિત જુગાર રમતા 7 વેપારીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 12800 કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ભરતકુમાર શાંતિલાલ મહેતા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસ સ્ટાફે હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ભરતકુમાર શાંતિલાલ મહેતાના મકાનમાં જુગારની રેડ કરી હતી.

- text

પોલીસે આ મકાનમાં જુગાર રમતા મકાન માલિક ભરતકુમાર શાંતિલાલ મહેતા, મયુરસિંહ ઉમેદસિહ ઝાલા, પ્રમોદભાઈ ગિરધરલાલ આડેસરા, વિનુભાઈ બળદેવભાઈ ખોખર, ચંદ્રકાંત જદૂરામ સાધુ, સુભાષભાઈ જોશી, ભાણજીભાઈ અમરશીભાઈ વાઘેલાને સ્થળ ઉપરથી રોકડા રૂ. 12800નો મુદામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text