MCX વિક્લી રિપોર્ટ : સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવ રૂ.૧,૭૦૦ અને ચાંદીના રૂ.૩,૮૦૦ ગબડ્યા

- text


સપ્તાહ દરમિયાન બિનલોહ ધાતુઓમાં ઘટાડો: કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન), સીપીઓ, મેન્થા તેલ, રબરના વાયદાઓમાં નરમાઈનો માહોલ: બુલડેક્સ ફ્યુચર્સમાં ૭૩૭ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧,૪૫૨ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૬ ફેબ્રુઆરીથી ૪ માર્ચના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૭૦૦ અને ચાંદી કિલોદીઠ રૂ.૩,૮૦૦ ગબડ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.૮૫ની વૃદ્ધિ થઈ હતી, જ્યારે નેચરલ ગેસ મામૂલી ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન), સીપીઓ, મેન્થા તેલ, રબરના વાયદાઓમાં નરમાઈનો માહોલ હતો.

વિશ્ર્વબજારની વાત કરીએ તો, આ લખાય છે ત્યારે ડોલર ઈન્ડેક્સ ૦.૨૯ ટકા વધીને ૯૧.૯૦૭ પોઈન્ટના સ્તરે બોલાઈ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ ઊંચકાતા વિશ્ર્વબજારમાં સોનામાં ઉછાળે ફંડવાળાની વેચવાલી નીકળી હતી.

વિશ્ર્વબજારમાં સોનાનો ભાવ ૦.૩૭ ટકા ઘટીને ૧ ઔંશદીઠ ૧૬૯૪ ડોલર અને ચાંદીનો ભાવ ૦.૪૯ ટકા ઘટીને ૧ ઔંશદીઠ ૨૫.૩૩ ડોલર બોલાઈ રહ્યો હોવાના સમાચાર હતા. આ સામે ડબલ્યુટીઆઈ ક્રૂડ તેલ ૨.૦૧ ટકા વધી ૬૫.૧૮ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ ૨.૨૩ ટકા વધી ૬૮.૧૯ ડોલર બોલાઈ રહ્યું હતું. વિશ્ર્વબજાર પાછળ ઘરેલૂ બજારમાં પણ સોના-ચાંદીના વાયદાના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો.

સપ્તાહના અંતે મુંબઈ હાજર બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૯૦ના રૂ.૨,૦૫૪ ગબડીને રૂ.૪૪,૫૧૬ બોલાઈ રહ્યા હતા, જ્યારે ૯૯.૫૦ના રૂ.૪૪,૩૩૮ બોલાઈ રહ્યા હતા, જ્યારે ચાંદીનો ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૩,૪૯૩ના કડાકા સાથે રૂ.૬૫,૧૨૮ બોલાઈ રહ્યો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. સોના-ચાંદીના હાજર બજારના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઊપર હતા.

હવે વાયદા બજારની વાત કરીએ તો, સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો માર્ચ વાયદો ૧૪,૭૯૨ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૪,૮૫૧ અને નીચામાં ૧૪,૧૧૪ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૭૩૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૬૬૭ પોઈન્ટ (૪.૫૦ ટકા) ઘટીને ૧૪,૧૪૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૧૦૦ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૧,૪૫૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧,૩૦૭ પોઈન્ટ (૮.૬૭ ટકા) ઘટીને ૧૩,૭૬૨ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૩૪૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૬,૬૮૯ અને નીચામાં રૂ.૪૪,૪૭૧ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧,૭૦૦ (૩.૬૮ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૪,૫૪૧ના સ્તરે બંધ થયો હતો.

- text

ગોલ્ડ-ગિનીનો માર્ચ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૧૯૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૨૨૯ (૩.૩૧ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૩૫,૯૧૦ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો માર્ચ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૨૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫૫ (૩.૩૬ ટકા) ઘટી બંધમાં રૂ.૪,૪૫૯ના ભાવ થયા હતા. સોનાનો મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫,૯૧૧ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૫૦૪ (૩.૨૬ ટકા) ઘટી રૂ.૪૪,૫૮૧ના સ્તરે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૯,૪૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૯,૪૦૦ અને નીચામાં રૂ.૬૪,૭૯૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩,૮૦૦ (૫.૪૯ ટકા)ના કડાકા સાથે રૂ.૬૫,૪૭૬ના સ્તરે બંધ થયો હતો.

ચાંદી-મિની એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૬૯,૪૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪,૬૫૨ (૬.૫૯ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૬૫,૯૫૩ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૭૦,૭૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪,૬૩૬ (૬.૫૭ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૬૫,૯૬૨ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૬૩૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૭૩૯ અને નીચામાં રૂ.૪,૩૬૮ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૮૫ (૧.૮૪ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૪,૭૦૭ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો માર્ચ વાયદો રૂ.૩ (૧.૪૭ ટકા) ઘટી એમએમબીટીયૂદીઠ રૂ.૨૦૦.૭૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૪૯.૫૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬.૫૦ (૦.૫૧ ટકા) ઘટી રૂ.૧,૨૫૬ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૨,૦૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૨,૫૪૦ અને નીચામાં રૂ.૨૧,૭૬૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૪૦ (૦.૧૮ ટકા)ના ઘટાડા સાથે રૂ.૨૨,૧૮૦ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો માર્ચ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૫૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧.૪૦ (૧.૦૭ ટકા) ઘટી રૂ.૧,૦૫૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે રબરનો માર્ચ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૨૫૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬,૪૯૮ અને નીચામાં રૂ.૧૬,૧૦૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૫૫ (૨.૧૪ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૧૬,૨૧૪ના ભાવે બંધ થયો હતો.

- text