મોરબીના 130 કરોડના ટેક્સ ચોરી કેસમાં બે આરોપીઓ આગોતરા જામીન સાથે હાજર થયા

- text


 

કોલસાની પેઢી શરૂ કરી સરકારી તિજોરીમાં ટેક્સની રકમ જમા ન કરાવી આચર્યું હતું કૌભાંડ : હજુ બેની ધરપકડ બાકી

 

 

મોરબી : મોરબી – વાંકાનેર વચ્ચે આવેલ નેશનલ હાઇવે ઉપર કોલસાની પેઢી શરૂ કરી ૧૩૦ કરોડની ટેક્સ ચોરી કરવાના કેસમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જે પૈકી બે આરોપીઓએ કોર્ટમાથી આગોતરા જામીન સાથે રજૂ થતાં પોલીસે તેની ધરપકડ કરીને તેઓને જામીન ઉપર છોડયા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના છાત્રાલય રોડ નવા સબસ્ટેશન પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા વેટ વિભાગના અધિકારી દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેમણે લખાવ્યું હતું કે, ચાર શખ્સો દ્વારા વેટ કાયદા હેઠળના નોંધણી નંબર ૨૪૦૯૨૦૦૬૦૧૨ અને કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી નંબર ૨૪૫૯૨૦૦૬૦૧૨ થી મોરબી વાંકાનેર વચ્ચે આવેલ નેશનલ હાઇવે ઉપર સીરામીક પ્લાઝામાં શોપ નં .૧૩ માં ક્યોરી ઓરેમીન લીમીટેડ નામની કોલ (કોલસા)ની પેઢી શરૂ કરેલ હતી અને કોલનો ખરીદ-વેચાણનો વ્યવસાય કરતા હતા અને આરોપીઓએ આ વ્યવસાયથી સરકારને ભરવાનો થતો સી.એસ.ટી. તથા વેટ વેરો વર્ષ ૨૦૦૯/૧૦ થી વર્ષ ૨૦૧૬/૧૭ સુધીનો કુલ રૂપિયા ૧૩૦,૩૮,૭૮,૯૮૪ ભરેલ ન હતો જેથી કરીને સરકારની સાથે છેતરપીંડી તથા વિશ્વાસધાત કરેલ હોય ફરિયાદ નોંધાઈ હતી

- text

તે સમયે ઇસુ વી.એસ.નારંગ રહે ૪૧૧ માયહાઉસ, આગ્રા, માધાપુર હૈદરાબાદ, ચંદુલાલ હરજીભાઇ પટેલ રહે, ૨૦૨ પંચરત્ન એપાર્ટમેન્ટ તીલક રોડ હૈદરાબાદ, રૂદ્રરાજુ શ્રીનીવાસ શાહ વેંકટરાજૂ નરસિંહારાજૂ રહે, રહે સી-૬૦૧ માયહાઉસ, આગ્રા, માધાપુર હૈદરાબાદ અને યુનુશ જીઆઉલા સેરીફ રહે, અલબારકા ગોલ્ડન એક્લેવ એરપોર્ટ રોડ,બેંગલોર વાળાની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ તથા ગુજરાત મુલ્ય વર્ધી વેરા અધિનયમ -૨૦૦૩ની કલમ ૮૫ (૧) ડી, જી મુજબ ગુનો નોંધાયો હતો આ કેસની આએઓપીને પકડવા માટે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કવાયત હાથ ધરી હતી.

આ દરમિયાન આરોપી ઇસુ વી.એસ.નારંગ રહે, ૪૧૧ માયહાઉસ, આગ્રા, માધાપુર હૈદરાબાદ અને રૂદ્રરાજુ શ્રીનીવાસ શાહ વેંકટરાજૂ નરસિંહારાજૂ રહે, સી-૬૦૧ માયહાઉસ, આગ્રા, માધાપુર હૈદરાબાદ વાળા મોરબીની કોર્ટમાથી આગોતરા જામીન મેળવીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસને રજૂ થયા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે, બીજા બે આરોપી હાલમાં હાઇકોર્ટમા એફઆઈઆર ક્રોસિંગમાં ગયેલા છે જેથી કરીને તેની ધરપકડ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

- text