ધન્ય છે..ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી દીકરીએ બિમાર પિતાની જગ્યાએ પટ્ટાવાળા તરીકે ચૂંટણી ફરજ બજાવી

- text


 

વંદન છે આવી સવાઈ દીકરીને…ફરજ ઉપરના નાયબ મામલતદારની આંખમાં આંસુ આવી ગયા

વાંકાનેર : સમાજમાં આજે પણ પુત્ર પ્રેમ પાછળ માતા- પિતા ઓળઘોળ જોવા મળે છે અને પુત્રપ્રેમી માતાપિતાને કળિયુગી શ્રવણો વૃદ્ધવસ્થામાં વૃધ્ધશ્રમમાં ધકેલી દેતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે ગઈકાલે વાંકાનેરમાં કરુણ છતાં ગર્વથી પિતાની છાતી ગજ-ગજ ફુલે તેવો કિસ્સો તેવું કામ એક દીકરાએ નહિ પણ દીકરીએ કરી બતાવ્યું હતું, બિમાર પિતા ચૂંટણી ફરજ ઉપર પટ્ટાવાળાની ફરજ બજાવી શકે તેમ ન હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી લાડકી દીકરીએ પિતાની બદલે પટ્ટાવાળા તરીકે ચૂંટણી ફરજ સુપેરે નિભાવી હતી અને દીકરીનું ઉમદા પગલું જોઈ નાયબ મામલતદારની આંખો પણ આંસુથી છલકી ઉઠી હતી અને આવી દીકરીને વંદનીય ગણી હતી.

આ ઘટનાના સાક્ષી એવા વાંકાનેર નાયબ મામલતદાર પંકજદાન બી.ગઢવી જણાવે છે કે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૧ નું ગઈકાલે મતદાન દિવસ હતો.હુ મારા એક, બે નાયબ મામલતદાર મિત્રો સાથે વાંકાનેર ખાતે અમારા રીસીવીગ ડિસ્પેચીગ સેન્ટર અમરસિહજી હાઈસ્કૂલ ખાતે કામગીરી માં હતા.એટલા માં આશરે ૨૨ વર્ષની દીકરી અમારી પાસે આવી અને કહ્યું….

- text

સાહેબ મારા પપ્પાનો ચૂંટણીમા પટાવાળામાં ઓર્ડર છે પરંતુ ગઈકાલે રાતથી એમની તબિયત ખરાબ છે અને મારા પપ્પા કહેતા હતા કે ચૂંટણીમા કામગીરી ફરજિયાત છે. એટલે મારા પપ્પા વતી હું પટાવાળાની ફરજ બજાવવા આવી છું મને ઓળખપત્ર બનાવી આપો….

આટલી વાત એ દીકરીએ કરી પછી અમારા એક નાયબ મામલતદાર મિત્રેએ આ દીકરીને પુછ્યુ કે બેન તમે ભણેલાં છો ? ત્યારે એ દીકરી બોલી કે સાહેબ હું સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું…!!!! દીકરી એ સાવ સરળતાથી કહેલા આ શબ્દો સાંભળી અમે થોડીક ક્ષણો સાવ સુનમુન થઈ ગયા..!!પછી એ છોકરી પોતાના પપ્પા વતી પટાવાળા તરીકે ચૂંટણી ફરજ બજાવવા ઓળખપત્ર લઈ અને જે મતદાન મથકે તેના પપ્પા ની ફરજ હતી ત્યાં પટાવાળા તરીકે ફરજ પણ સુપેરે બજાવી,

વાંકાનેર નાયબ મામલતદાર પંકજદાન બી.ગઢવી અંતમાં ઉમેરે છે કે, થોડીક વાર આંખમાંથી આંસુ આવી ગયાં અને ગૌરવ પણ થયું એ પિતા ઉપર કે જેમની આ દિકરી છે. ખરેખર વંદન છે આવી દિકરીઓ ને અને તેને સંસ્કાર આપનાર માતાપિતાને….

- text