કોણ જીતશે? કોણ હારશે? ભારે ઉત્તેજના વચ્ચે મતગણતરી શરૂ

- text


ત્રણ નગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા 616 ઉમેદવારોના ભાવિ નો સાંજ સુધીમાં ફેંસલો

મોરબી : મોરબીની જિલ્લા – તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાઓ માટે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીનો ભારે ઉત્તેજનાભર્યા માહોલમાં પ્રારંભ થયો છે, જુદી -જુદી સાત જગ્યાએ નવ મતદાર મંડળ માટે રાજકીય પાર્ટીના ઉમેદવારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મતગણના શરૂ થઈ ચૂકી છે અને સાંજ સુધીમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા તમામ 616 ઉમેદવારોના ભાવિ નો ફેસલો પરિણામો ઉપરથી સ્પષ્ટ બનશે જો કે તે વચ્ચે સવારથી કોણ જીતશે ? કોણ હારશેની ચર્ચા વચ્ચે સટ્ટો – શરતો લગાવનારાઓના જીવ પડીકે બંધાયા છે.

મોરબી, માળીયા અને વાંકાનેર નગર પાલિકા તેમજ મોરબી જીલ્લા – તાલુકા પંચાયત, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતની મતગણતરીનો પ્રારંભ થઇ ચુક્યો છે કુલ 584 ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ દ્વારા જુદા-જુદા સાત સ્થળો ઉપર ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે નવ વાગ્યાના ટકોરે પોસ્ટલ બેલેટ પેપર ગણવાની શરૂઆત કરી મતગણતરી શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત માટે કુલ 616 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોય આજે સવારથી મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને ટેકેદારોનો જમેલો જામ્યો છે અને ચોતરફ કોણ જીતશે? કોણ હારશેની જ ચર્ચાઓ ચાલી રહી છે.

- text

- text