મોરબીમાં અગાશી ઉપરથી 12 બોટલ દારૂ છુપાવનાર ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે દરિયાલાલ શેરીમાં આવેલ વિસ્તારમાં અગાશી ઉપરથી 12 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે દારૂની બોટલ આપનાર શખ્સનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીની દરીયાલાલ શેરીમાં આવેલ મેમણકોલોનીના એક મકાનની અગાશી ઉપર દોરડો પાડી ત્યાંથી વિદેશીદારૂની રોયલ સ્ટગ કલાસીક ફોર સેલ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ ઓન્લીના લેબલવાળી કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨ કિ.રૂ. ૩૬૦૦ નો મુદામાલ સાથે આરોપી ઇમરાનભાઇ રફીકભાઇ ગાગનાનીને ઝડપી લીધો હતો. આ દારૂની હેરાફેરીમાં સાહિલ મહમદભાઇ લધાણી (રહે.મોરબી વાવડી રોડ) નું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text