હળવદના કવાડીયા ગામના પાટીયા નજીક છકડો રિક્ષા પલ્ટી મારતા પાંચ ઘાયલ

- text


ટીકર ગામના પરિવારને નડ્યો અકસ્માત: ચાર ને સુરેન્દ્રનગર રિફર કરાયા

હળવદ: આજે મોડી સાંજે અમદાવાદ-કચ્છ હાઈવે પર આવેલ કવાડીયા ગામના પાટિયા નજીક છકડો રીક્ષા પલ્ટી મારી જતા છકડામાં સવાર પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા જ્યાંથી ચાર ને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

હળવદ તાલુકાના ટિકર ગામ ના પાંચ વ્યક્તિ છકડો રીક્ષા લઈ હળવદ તરફ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ- કચ્છ હાઇવે પર આવેલ કવાડીયા ગામના પાટિયા નજીક છકડો રીક્ષા પલ્ટી મારી જતા તેમાં સવાર તેજાભાઈ દેવશીભાઈ,લાભુબેન ડાયાભાઈ, અમરશીભાઈ દેવશી ભાઈ,બાબુભાઈ દાનાભાઈ અને દેવુબેન રવજીભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલીક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા

- text

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ચાર વ્યક્તિઓને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે લોકોના ટોળા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા

- text