માળીયાના મોટા દહિંસરામાં કોંગ્રેસના ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો

- text


માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકાના મોટા દહિંસરા જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોનો નાના દહિંસરા ગામે સન્માન સમારોહ યોજાયો હતો.

- text

મોટા દહિંસરા 14 જીલ્લા પંચાયતના ભાવનાબેન રમેશભાઈ કાસુન્દ્રા તથા બોડકી સીટના મનિષાબેન નાટડા, બગસરા સરસ્વતીબેન કાવર, ભાવપર – સંગીતાબેન સરડવા, સરવડ – કાંતાબેન સરડવા, મોટા દહિસરા 1 – વિજય મૈયડ, મોટા દહિસરા 2 – રમેશભાઈ ફુલતરીયા, મેઘપર- કાંતાબેન વડાવિયા, વવાણીયા – સંગીતાબેન કૈલા એમ કોંગ્રેસના ઉમેદવારોનો નાના દહીસરા ગામે સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના અગ્રણી જંયતીલાલ જેરામભાઇ પટેલ, કે. ડી. બાવરવા, લક્ષ્મણભાઇ કંઝારીયા, રાજુભાઈ જારીયા, છગનભાઈ સરડવા, રમેશભાઈ કાસુન્દ્રા સહિતના આગેવાનો અને નાના દહીસરાના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text