ટંકારા: દેવકુંવર શૈક્ષણિક સંકુલમાં ધો-6થી8ના વર્ગોનો પ્રારંભ

- text


કરોડોના ખર્ચે નિર્મિત બિલ્ડીંગમાં આર્ય યજ્ઞ યોજી શિક્ષણકાર્ય શરૂ કરાયું

ટંકારા : ટંકારામાં લેઉવા પટેલ સમાજ દ્વારા શિક્ષણના વ્યાપારી કરણ સામે સમાજના બાળકો ગૌરવભૈર અને વિના મૂલ્યે કહી શકાય તેવી રીતે અભ્યાસ કરી શકે એવા ઉતમ વિચાર સાથે ટંકારા તાલુકાના સમાજના ભામાશા સહિતના દાતાઓ દ્વારા દેવકુંવર શૈક્ષણિક સંકુલનુ રાજકોટ મોરબી રોડ પર નિર્માણ કરાયુ છે જ્યા આજે આર્યસમાજ દ્વારા યજ્ઞ કરી ધોરણ 6 થી 8 ના વર્ગોનો પ્રારંભ કરાયો હતો.

- text

શિક્ષણ કાર્યના શુભારંભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અશોકભાઈ ડી. પટેલ , ઉપપ્રમુખ બેચરભાઈ પટેલ,મંત્રી લવજીભાઈ પટેલ,મંત્રી સંજયભાઈ ભાગ્યા, ખજાનચી ગંગારામભાઈ પટેલ, ઉપરાંત શિક્ષણ સમિતિ તથા બાંધકામ સમિતિના સભ્યો, ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાટે કાઈક કર્યાનો આંનદ વ્યક્ત કર્યો હતો.

- text