મોરબી પાલિકામાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે બે બેઠકો ગુમાવી

- text


વોર્ડ નંબર છમાં કોંગ્રેસને ભૂલ ભારે પડી : ચૂંટણી લડતા ઉમેદવારનું નામ ટેકેદારમાં તો બીજી બેઠકમાં મેન્ડેડ મેળવનાર ઉમેદવારની બદલે પિતાએ ઉમેદવારી કરી નાખી

મોરબી : મોરબી પાલિકામાં છેલ્લી ઘડીએ ઘાંઘી બની ઉમેદવાર જાહેર કરનાર કોંગ્રેસે ઉમેદવારીપત્ર ભરવામાં પણ ભગો કરતા પાલિકાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને બે બેઠકો ગુમવવાનો વારો આવ્યો છે.

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર- 6માં કોંગ્રેસે કુલ છ ઉમેદવારોના નામ જાહેર કરી કેતન ધનજીભાઈ સાણંદિયા, રેહાના ઈકબાલ પીલુડિયા, રમેશ ગોકલભાઈ સારલા,ગોવિંદભાઈ રાજેશભાઇ પરમાર,દેવજીભાઈ માધવજીભાઈ પરમાર અને પ્રભાબેન નાગજીભાઈ જાદવના નામે ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા.

- text

પરંતુ આજે ચકાસણી દરમિયાન કેતન ધનજીભાઈ સાણંદિયા, રેહાના ઈકબાલ પીલુડિયા, રમેશ ગોકલભાઈ સારલા,ગોવિંદભાઈ રાજેશભાઇ પરમારના નામ ટેક્નિકલ કારણોસર રદ થતા હવે વોર્ડ નંબર-6માં કોંગ્રેસના માત્ર બે જ ઉમેદવાર મેદાનમાં બચતા ભાજપને વગર ચૂંટણીએ બે સીટ મળી ગઈ છે.

 

- text