સ્કાય મોલ ખાતે 20-21 ફેબ્રુઆરીએ મોરબીનું મન મોહી લેશે મનમોહિની જવેલરી એક્ઝિબિશન

- text


રાજકોટના MJR જવેલર્સ દ્વારા સ્કાય મોલમાં ખુલ્લો મુકાશે લાઈટવેઇટથી લઈ કુંદન, પોલકી અને ડાયમંડ જવેલરીનો ખજાનો : મોરબીના કોર્પોરેટ બિઝનેસમેન પરિવારો માટે ખાસ બ્રાઇડલ કલેક્શન ઉપરાંત ડિઝાઈનર એન્ટિક જવેલરીનું પણ અદભુત કલેકશન

મોરબી : આદિકાળથી સોના ઝવેરાતને શ્રેષ્ઠતમ રોકાણ માટેનો વિકલ્પ માનવામાં આવે છે ત્યારે આગામી તા.20 અને 21ના રોજ મોરબીના શહેરીજનોનું મનમોહવા રાજકોટના ખ્યાતનામ MJR જવેલર્સ દ્વારા સ્કાય મોલ ખાતે લાઈટવેઇટ જવેલરીથી લઈ બ્રાઇડલ કલેક્શન અને ખાસ કુંદન,પોલકી અને જરા હટકે ડાયમંડ કલેકશનનો ખજાનો મનમોહિની એક્ઝિબિશનમા ખુલ્લો મુકવામાં આવશે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10 થી રાત્રીના 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

સોનાના આભૂષણો અને ખાસ કરીને પોલકી ડાયમંડ જવેલરીમાં અનોખી, અદભુત અને અલૌકિક ડિઝાઈનર જવેલરી નિર્માણમાં રાજકોટના એમજેઆર જવેલર્સ અવલ્લ નંબરે આવે છે, ત્યારે એમજેઆર જવેલર્સ દ્વારા બૉલીવુડ સ્ટાર, શ્રીમતો અને ઉચ્ચ પરિવારો માટેની પ્રથમ પસંદ એવી રાજા રજવાડાઓની પસંદગી એવી શ્રેષ્ઠતમ એન્ટિક અને પોલકી ડાયમંડ જવેલરી કલેક્શન સાથે મોરબીના સ્કાય મોલ ખાતે આગામી તા.20 અને 21 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી રાત્રીના 9 દરમિયાન બે દિવસીય મનમોહિની એક્ઝિબિશનનું આયોજન કરાયું છે.

આ મનમોહિની એક્ઝિબિશનમાં મોરબીના કોર્પોરેટ બિઝનેશ પરિવારો અને એક્સક્લુઝીવ ડિઝાઈનર જવેલરીના ગ્રાહકો માટે જરા હટકે અંદાઝમાં કઈક નવું, કઈક અનોખું કલેક્શન રજૂ કરવામાં આવશે જેમાં ડિઝાઈનર એન્ટિક ગોલ્ડ જવેલરી ઉપરાંત કુંદન, પોલકી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ડાયમંડ જવેલરીની અદભુત કારીગીરીનો ઉત્તમ નિચોડ રજૂ કરાશે.

- text

મોરબીના જવેલરી શોખીનો માટે યોજાઈ રહેલા આ ખાસ મનમોહિની એક્ઝિબિશન અંગે એમજેઆર જવેલર્સના પ્રોપરાઈટર મનોજભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે મોરબીના કોર્પોરેટ બિઝનેશ પરિવારોની ઉત્કૃષ્ઠ પસંદગીને ધ્યાને લઇ આ એક્ઝિબિશનમાં વિશેષરૂપે બ્રાઇડલ કલેક્શન રજૂ કરવામાં આવશે અને એમજેઆર જવેલર્સના ખાસ પોલકી ડાયમંડ કલેક્શનની વાત જ કંઈક અલગ છે. ખાસ કરીને દેશ વિદેશના જવેલરી શોખીનોને ઘેલું લગાડનાર આ વિશેષ ડિઝાઈનોની અદભુત અનોખો ખજાનો મોરબીના પ્રીમિયમ ગ્રાહકોને અવશ્ય પસંદ આવશે.

જેથી કઈક અલગ અને એક્સક્લુઝિવ ખરીદીનો આનંદ માણવા મોરબીના જવેલરી શોખીનોને આગામી તા.20 અને 21 ફેબ્રુઆરીના રોજ સ્કાય મોલ ખાતે આયોજિત મનમોહિની જવેલરી એક્ઝિબિશનમાં અવશ્ય પધારવા અંતમાં એમજેઆર જવેલર્સના પ્રોપરાઈટર મનોજભાઈ રાણપરાએ સહર્ષ આમંત્રણ પાઠવ્યું છે.

- text